Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

મંદિરની ડિઝાઈન મુદ્દે સ્વામિનારાયણ (BAPS) મંદિરે જીત્યો પ્રતિષ્ઠીત કમર્શિયલ ઇન્ટિરિયર ડિઝાઇન એવોર્ડ

સ્પર્ધામાં કુલ 15 સ્થાપત્યૌ પૈકી સ્વામિનારાયણ (BAPS) મંદિરની રચનાને અનુકરણીય ગણીને પસંદ કરાઈ : આધુનિકતા અને પરંપરાગતના મિશ્રણ વડે ભવ્ય મંદિર બનાવ્યુ

અમદાવાદ : સ્વામિનારાયણ (BAPS) મંદિર અને આરએસપીએ, ઈન્ટીરીયલ ડીઝાઈન ક્ષેત્રે મધ્યપૂર્વનો પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવ્યો છે. તાજેતરમાં જ યોજાયેલા કાર્યક્રમમાં, કમર્શિયલ ઇન્ટિરિયર ડિઝાઇન (CID) એવોર્ડ્સમાં વર્ષ 2020નો મધ્ય પૂર્વના પ્રતિષ્ઠિત ઇન્ટિરિયર ડિઝાઇન કન્સેપ્ટ ઓફ ધ યર મેળવ્યો છે. આ સ્પર્ધામાં કુલ 15 સ્થાપત્યૌ પૈકી સ્વામિનારાયણ (BAPS) મંદિરની રચનાને અનુકરણીય ગણીને પસંદ કરવામાં આવ્યુ હતું.

મુખ્ય ડિઝાઈનર, માઈકલ મેકગીલ અને એન્થોની ટેલરે જણાવ્યુ હતુ કે, મંદિરની રચના આધુનિક અને પરંપરાગત શૈલીએ કરવામાં આવી છે. આધુનિકતા અને પરંપરાગતના મિશ્રણ વડે ભવ્ય મંદિર બનાવ્યુ છે જેની આંતરિક ડિઝાઈન ખુબ સારી અને મનોહર છે. અત્યાર સુધીના ઈતિહાસમાં સ્વામિનારાયણ (BAPS) મંદિરે આ બીજો પ્રતિષ્ઠીત આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યો છે.

(1:01 pm IST)
  • મહેબુબા મુફતી ફરી નજર કેદમાં : પુત્રી ઈલ્તીજાની જાહેરાત : કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતીને આજે સવારે ફરીથી તેમના નિવાસસ્થાને નજર કેદ કરવામાં આવ્યા છે : મહેબુબા મુફતીની પુત્રી ઈલ્તીજાએ આ વાતની જાહેરાત કરી હતી : તેણે કહેલ કે શું આપણે આને લોકશાહી કહેશુ જયાં લોકોને વાણી સ્વતંત્રતા કે વિચારો વ્યકત કરવાનો પણ કોઈ અધિકાર નથી : જો કે સત્તાવાર હજુ સુધી આવી કોઈ જાહેરાત થઈ નથી access_time 1:08 pm IST

  • અર્ણવ ગોસ્વામીને મોટી રાહત આપતો સુપ્રિમ કોર્ટનો હુકમ : રીપબ્લીક ટીવીના પત્રકાર અર્ણવ ગોસ્વામીને આપવામાં આવેલા વચગાળાના જામીન જયાં સુધી મુંબઈ હાઈકોર્ટ ૨૦૧૮ના આત્મહત્યા માટે ફરજ પાડવાના કેસનો નિકાલ કરે નહિં ત્યાં સુધી ચાલુ રહેશે તેવો આદેશ સુપ્રિમ કોર્ટે આપ્યો છે access_time 12:51 pm IST

  • દિલ્હીમાં હજારો ખેડૂતોને રાખવા માટે ૮ મોટા સ્ટેડીયમોમાં જેલ ઉભી કરાશે : હજારો ખેડૂતો દ્વારા દિલ્હી ચલો કૂચ આગળ વધી રહી છે ત્યારે કેજરીવાલની આપ સરકાર પાસે દિલ્હી પોલીસે ૮ મોટા સ્ટેડીયમોની માંગણી કરી છે : પોલીસ આ સ્ટેડીયમોનો ઉપયોગ કામચલાઉ જેલ તરીકે કરવા માગે છે access_time 12:51 pm IST