Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થતા માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોનમાં પણ જબરો ઉછાળો: નવા 32 વિસ્તાર ઉમેરાયા

આજે એક પણ વિસ્તાર દૂર કરાયો નથી : તંત્ર વધુ કડક પગલાં લેશે તેવી સંભાવના

અમદાવાદ :શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં પણ વધારો થઇ ગયો. બુધવારે માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારની સંખ્યા 224 હતી. તેમાં ગુરુવારે 32 નો ઉમેરો થતાં કુલ માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો વધીને 256 થઇ ગયા છે.આજે કોઇ પણ વિસ્તાર કન્ટેનમેન્ટમાંથી બહાર કાઢાવામાં આવ્યો નહીં. જે અંગે તંત્ર વધુ કડક પગલાં લેશે તેવી સંભાવના છે. જેમાં આ વિસ્તારોમાં માત્ર દૂધ અને મેડિકલ સિવાય કોઇ પણ ધંધા ચાલુ રહેશે નહીં.હજુ ગત શનિવારે જ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 105 હતી. માત્ર 4 દિવસમાં તેમાં 151નો વધારો થઇ ગયો.છે

મ્યુનિસિપલ કોર્પોરેશન કોરોના સંક્રમણ અટકાવવા લેવાતા શ્રેણીબદ્ધ પગલાંની દરરોજ સમીક્ષા બેઠક મળે છે. ગુરુવારે પણ રાબેતા મુજબ રાજ્યના અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં અન્ય ડેપ્યુટી કમિશનરો સાથે હેઠળ બેઠક મળી હતી.બેઠકમાં મ્યુ. કમિશનર મુકેશકુમાર, IAS અને વિવિધ ઝોનના ડેપ્યુ. મ્યુ. કમિશનર, હોલ્થ વિભાગના કમિશનર અનો આરોગ્યના અધિકારીઓ હાજર રહ્યા હતા.

મીટિંગમાં ચર્ચા વિચારણાના અંતે શહેરના 7 ઝોનના નવા 32 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં સમાવેશ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં પશ્ચિમ ઝોનના સૌથી વધુ 9, પૂર્વના 8 અને દક્ષિણના 7, ઉત્તર-પશ્ચિમના 6 અને દક્ષિણ-પશ્ચિમના 2 વિસ્તારોનો સમાવેશ થાય છે.

નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં AMC હેલ્થ વિભાગ દ્વારા આવતી કાલે 27 નવેમ્બરના રોજ ઘેર-ઘેર સઘન સર્વેલન્સ અને સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરાશે. તે દરમિયાન કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ પણ લેવામાં આવશે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1560 કેસ સામે આવ્યા છે. કુલ દર્દીઓનો આંક 2,03,509 પર પહોંચ્યો છે. અને સાજા થવાનો કુલ આંક 1,85,058 પર પહોંચ્યો છે. રાજ્યનો સાજા થવાનો દર 90.93 ટકા છે. 24 કલાકમાં16 દર્દીઓના મોત થયા છે અને 1302 લોકોએ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે.

જિલ્લાવાર કોરોનાનાં કેસોની વિગતો પર નજર કરવામાં આવે તો અમદાવાદમાં 361 કેસ 12નાં મોત, સુરતમાં 289 કેસ 3નાં મોત, વડોદરામાં 180 કેસ એકનું મોત નોંધાયા.

રાજકોટમાં 138 અને ગાંધીનગરમાં 70 કેસ, જામનગરમાં 45 અન જૂનાગઢમાં 24 કેસ, પાટણમાં 64, બનાસકાંઠામાં 41 કેસ, મહેસાણામાં 40, પંચમહાલમાં 29, આણંદમાં 28 કેસ, ખેડામાં 28, મહિસાગરમાં 26 કેસ સામે આવ્યા.હતા દાહોદમાં 23 કેસ, ભરૂચ-કચ્છમાં 21-21, અમરેલીમાં 20 કેસ, મોરબી-સાબરકાંઠામાં 20-20, સુરેન્દ્રનગરમાં 17 કેસ કેસ નોંધાયા હતા.icro containment Area news

બે દિવસમાં જ આશરે 50 જેટલા વિસ્તારોનો વધારો થઇ ગયો છે. નોંધનીય છે કે સમગ્ર દેશમાં અમદાવાદ શહેર કોરોના મૃત્યુદરની દૃષ્ટિએ ટોપ પર છે. મુંબઇમાં 3.90 ટકા, કોલકાતામાં 2.50 ટકા, સુરતમાં 2.10 ટકા છે. Micro containment Area news

જ્યારે અમદાવાદમાં તે તે 4.1 ટકા છે. જે ખરેખર ચિંતાના વિષય છે. હમણા એક સપ્તાહથી કોરોનાએ શહેરમાં વિકરાળ સ્વરુપ લીધું છે.

(12:06 am IST)