Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

દેશના નિર્માણમાં વડપ્રધાન મોદીની પણ અહમ ભૂમિકા :કોંગ્રેસ નેતા સી,પી,જોશીએ કર્યા વખાણ

દેશના નિર્માણમાં ગુજરાતના નેતાઓની અહમ ભૂમિકામાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, માલવનકર, વિક્રમ સારાભાઈ પરિવાર, રતન તાતા, અંબાણી પરિવાર અને દેશ નિર્માણમાં પીએમ મોદીનું મહત્વનું યોગદાન

અમદાવાદ : સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કેવડિયા ટેન્ટ સીટી-2 ખાતે દ્વિ દિવસીય 80 મી ઓલ ઈન્ડિયા પ્રિ સાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનો 26 મી નવેમ્બરે સમાપન સમારોહ યોજાયો હતો.લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા,ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત,ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષ સી.પી.જોશી સહિત દેશની 20 વિધાનસભાઓના અધ્યક્ષોની ઉપસ્થિતમાં સમાપન સમારોહમાં વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ સંબોધન આપ્યું હતું.દરમીયાન મીડિયા સાથેની વાતચિતમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ (સ્પીકર) સી.પી.જોશીએ જણાવતું હતું કે દેશના નિર્માણમાં પીએમ  મોદીની પણ અહમ ભૂમિકા રહી છે.

કેવડિયા ટેન્ટ સીટી-2 ખાતે 80 મી ઓલ ઈન્ડિયા પ્રિ સાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના સમાપન સમારોહ બાદ રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષ સી.પી.જોશીએ મીડિયા સાથે વાતચીત કરી હતી.એમણે જણાવ્યું હતું કે ભારત દેશના નિર્માણમાં ગુજરાતના નેતાઓની અહમ ભૂમિકા રહી છે.એમણે એનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી, દેશના એકીકરણ માટે સરદાર વલ્લભભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, માલવનકર, સાયન્સ ટેક્નોલીજીમાં વિક્રમ સારાભાઈનું પરિવાર, ઈન્ડસ્ટ્રીઝમાં રતન તાતા, અંબાણી પરિવાર અને હાલમાં દેશ નિર્માણમાં પીએમ  મોદીની પણ અહમ ભૂમિકા રહેલી છે.દેશના નિર્માણ માટે ગુજરાતના નેતાઓની અહમ ભૂમિકા રહેલી હોવાનું તેમણે જણાવ્યું હતું

એક તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મોદી સરકારના વહીવટની પોતાના પ્રવચનોમાં ટીકા કરી રહ્યા છે, સાથે સાથે મોદી સરકારની વિવિધ યોજનાઓને ટાર્ગેટ કરી રહ્યા છે તો બીજી બાજુ કોંગ્રેસના જ વરિષ્ઠ નેતા સી.પી.જોશી PM મોદીની દેશ નિર્માણમાં અહમ ભૂમિકા હોવાનું જણાવી રહ્યા છે, આમ કોંગ્રેસમાં જ વિરોધાભાસ હોવાનું લાગી રહ્યું છે.

રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષ ડો સી.પી.જોશીએ વધુમાં જણાવ્યું હતું કે તમામ લોકોના સહયોગથી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયું છે, આ સ્થળની મુલાકાત લેવાથી સરદાર પટેલની એકીકરણની ભાવનાને ભાવનાને આગળ વધારવાનો મોકો મળે છે. દેશને મજબૂત બનાવવા, દેશને આગળ લાવવાની સારી પ્રેરણા મળે છે.કોરોના મહામારીમાં સરકારે આ કાર્યક્રમનું સફળ આયોજનનું સાહસ નહિ પણ દુસાહસ કર્યું એ ખરેખર પ્રસંશાને પાત્ર છે, દેશની 20 વિધાનસભાઓના અધ્યક્ષોએ કોરોના મહામારીમાં પણ આ કાર્યક્રમમાં ભાગ લેતા એ સાબિત થાય છે કે ઓલ ઈન્ડિયા પ્રિ સાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું કેટલું મહત્વ છે.દેશના ઇતિહાસમાં પહેલી વાર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિએ આ કાર્યક્રમમાં પોતાનું ઉદબોધન કર્યું એ ખરેખર સરકારનો ઐતિહાસિક પ્રયત્ન કહી શકાય

(9:24 pm IST)