Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ગુજરાતમાં દૂધની આવકમાં ધરખમ ઘટાડો

ગતવર્ષે 2,11 કરોડ લીટરની તુલનાએ આ વર્ષે 1,87 કરોડ લીટર દૂધની આવક

 

ગુજરાતમાં દૂધની આવકમાં ધરખમ ઘટાડો નોંધાયો છે ગુજરાત કો-ઓપ.મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના પત્રમાં ઘટસ્ફોટ કરાયો છે ગત વર્ષની સરખામણીએ ચાલું વર્ષમાં 11.42 ટકા દૂધની આવકમાં ઘટાડો જોવામાં આવી રહ્યો છે. ગયા વર્ષે 2 કરોડ 11 લાખ.લીટર દૂધની આવક હતી, જ્યારે વર્ષે દૂધની આવક 1 કરોડ 87 લાખ લીટર નોંધવામાં આવી છે. 24 લાખ લીટર દૂધનની આવકમાં ઘટાડો નોંધાયો છે. ધટાડાને પગલે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ચિંતા વ્યક્ત કરાઈ રહી છે.

પશુપાલકોની હાલની હાલત જોતા અને પલકોનાં માલ(ઢોર)ની ચિંતા કરતા પશુપાલકો માટે સ્પે.પેકેજ જાહેર કરવામાં આવે તેવી પશુપાલકો દ્વારા સરકારને સહાયની માંગ કરાઈ રહી છે. તો સાથે સાથે દુધની આવકમાં ઘટાડો નોંધવામાં આવતા સામાન્ય લોકોને પણ ફરી ભાવ વધારો આવશે તેવી ચિંતા થઇ રહી હોવાનું સામે આવી રહ્યું છે.

(12:31 am IST)