Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ગટરના પ્રદુષિત પાણીથી અમદાવાદનું બોપલ તળાવ ઓવરફ્લો :ગાર્ડન મુલાકાતીઓ માટે બંધ કરી દેવાયું

ગાર્ડનના વોક વે સુધી ગટરના પ્રદુષિત પાણી ઘુસી ગયું

 

અમદાવાદનું જાણીતું બોપલ તળાવ ગટરના પાણીથી ઓવરફ્લો થયું છે અને ગાર્ડનના વોક વે સુધી આ પાણી ઘુસી ગયું છે. આ પરિસ્થિતિમાં ગાર્ડન મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. બોપલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એક મહત્વના નિર્ણયને કારણે પણ ચર્ચા છે.

 મળતી માહિતી પ્રમાણે એએમસીની કારોબારીમાં નવા સીમાંકન વિશે દરખાસ્ત કરવામાં આવી હતી. નવી દરખાસ્ત પ્રમાણે બોપલ-ઘુમા નગરપાલિકાને એએમસીની હદમાં સમાવવામાં આવશે. હાલમાં આ દરખાસ્ત રાજ્ય સરકાર પાસે મંજૂરી માટે મોકલવામાં આવી છે.

અમદાવાદનો બોપલ વિસ્તાર વધી રહેલા પ્રદૂષણને કારણે પણ ચર્ચામાં છે. હાલમાં જાહેર થયેલા એક સત્તાવાર આંકડા પ્રમાણે અમદાવાદ ના કેટલાક વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)ની સ્થિતિ ભારે ચિંતાજનક છે. આ વિસ્તારના વાતાવરણમાં પ્રદૂષણમાં ભારે વધારો થયો છે. આ આંકડા પ્રમાણે પીરાણાનું AQI 287, રખીયાલનું AQI 241, બોપલનું AQI 256, એરપોર્ટનું AQI 207 અને રાયખડમાં હાલ AQI 209 જોવા મળ્યું છે. આ આંકડાઓ પ્રમાણે પીરાણા, રખિયાલ, બોપલ અને એરપોર્ટ વિસ્તાર પુઅર કેટેગરીમાં આવી ગયું છે.

(12:28 am IST)