Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ઉમરેઠ તાલુકાના ભાલેજમાં દહેજના મામલે પરિણીતા પર શારીરિક માનસિક ત્રાસ ગુજારનાર પતિ સહીત પરિવારના પાંચ સભ્યોને 6 માસની કેદની સજાની સુનવણી

ઉમરેઠ: તાલુકાના ભાલેજની પરિણીતા ઉપર દહેજના મામલે શારીરિક તેમજ માનિસક ત્રાસ ગુજારનાર પતિ સહિત પાંચને ઉમરેઠની કોર્ટે તકશીરવાર ઠેરવીને છ માસની સજાનો હુકમ કરતાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસા ફરિયાદી રીઝવાનાબાનુના લગ્ન તારીખ ૧૯-૫-૨૦૦૧ના રોજ ભાલેજ મુકામે ઝીકરૂલ્લા અબ્દુલમજીદ ઠાકોર સાથે સમાજના રીત-રિવાજ મુજબ થયા હતા. શરૂના એક-બે મહિના લગ્નજીવન સુખરૂપ ચાલ્યા બાદ પતિ અને ઘરના સભ્યોએ તેણી પર મેણાં-ટોણા મારીને ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. સાસુ-સસરા તેમજ ઘરના સભ્યો દહેજની માંગણી કરીને પતિને ચઢવણી કરતાં મારઝુડ પણ કરવામાં આવતી હતી. ત્યારબાદ રીઝવાનાબાનુ પતિ સાથે ગાંધીધામ રહેવા જતા ત્યાં પણ ત્રાસ ગુજારવામાં આવતો હતો. પતિની ગાંધીઘામથી અમદાવાદ બદલી થતાં વટવા આવીને રહ્યા હતા જ્યાં તેણીના સસરા અબ્દુલમજીદ, જેઠ નુરલ્લાહ, દિયર તૌફિક, સાસુ ઝોહરાબીબીએ આવીને ત્રાસ આપતા હતા. વારે-તહેવારે ભાલેજ આવતા હતા ત્યારે પણ ત્રાસ ગુજારવામાં આવતો હતો. શ્રીમંત તેમજ પુત્રની ખત્નાના સમયે પણ દહેજની માંગણી કરીને ઝઘડો કર્યો હતો અને રીઝવાનાના પિતા ઉપર ચપ્પુથી હુમલો કર્યો હતો.

(5:35 pm IST)