Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ખેડા તાલુકામાં બસ સ્ટેન્ડ પાછળ ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: 7 જુગારીઓની રંગે હાથે ધરપકડ

ખેડા: તાલુકાના ગાંધીપુરાના બસસ્ટેન્ડની સામે ખેતરમાં ખેડા ટાઉન પોલીસની ટીમે ગતરોજ રાત્રીના પોણા અગિયાર વાગ્યાના અરસામાં દરોડો પાડ્યો હતો. જ્યાં પોલીસને જોઈ જુગારીઓમાં દોડધામ મચી હતી. જેમાં કેટલાક ઈસમો પોલીસને ચકમો આપી ભાગી છુટવામાં સફળ બન્યાં હતાં. જો કે પોલીસે સ્થળ પરથી ત્રણ ઈસમોને પત્તાપાનાનો જુગાર રમતાં રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં. જેમાં જીગ્નેશભાઈ કાંતિભાઈ વાઘેલા, રામસીંગ અમરસીંગ વાઘેલા અને દિનેશકુમાર રાવજીભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે. તેમની અંગજડતીમાંથી રૂ.૧૬૬૦ તેમજ દાવ પરથી રૂ.૪૯૦ મળી કુલ રૂ.૨૧૫૦ની રોકડ મળી આવી હતી. જે પોલીસે કબજે લઈ પકડાયેલા ત્રણેય ઈસમો વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં કપડવંજ ટાઉન પોલીસની ટીમે મહંમદઅલી ચોક વિસ્તારમાં દરોડો પાડી આંકફરકનો જુગાર લખનાર યુસુફભાઈ ઉર્ફે મુન્નો અબ્દુલમજીદ મન્સુરી તેમજ લખાવવા માટે આવેલા ગીરીશભાઈ મંગળભાઈ પરમાર અને વિજયભાઈ કાળાભાઈ પરમારને રૂ.૧૦૫૦ ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા.

(5:34 pm IST)