Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

મહેસાણામાં અમદાવાદની કંપનીએ પાટણના દંપતીને ઉંચા વ્યાજની લાલચ આપી છેતરપિંડી આચરતા પોલીસ તપાસ શરૂ

મહેસાણા:પાટણ જિલ્લામાં જુદી જુદી ફાયનાન્સ કંપનીઓ તેમજ માર્કેટીંગ પ્રોડક્ટસની એજન્ટો મારફત ઉંચું વળતર  અને વ્યાજની લાલચ આપી લાખોનું રોકાણ કરાવી મુદ્ત થવા છતાં રકમ, વળતર ન મળતાં છેતરપિંડીના કિસ્સા વધવા પામ્યા છે. જેમાં પાટણ જિલ્લામાં ૫૫થી વધુ રોકાણકારોે ચેક બાઉન્સ થતાં સેસન્સ કોર્ટમાં નેગોશીયેબલ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી છે. જ્યારે ચાણસ્મા તાલુકામાં ૩૦, હારીજ, પાટણ શહેર અને વિવિધ વિસ્તારના રોકાણકારો હજુ ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યા છે.

મળતી હકીકત મુજબ પાટણના રહીશ સરોજબેન અને તેમના પતિ શૈલેષકુમાર પંચાલે અમદાવાદની ઈસ્કોન રોડ પર આવેલ દેવા કંડોચ શોપિંગ સેન્ટરના બીજા માળે આવેલી ક્રાંતિ માર્ટ પ્રા.લી. નામની કંપનીના પ્રોપ્રાયટર મહેન્દ્રભાઈ જયંતિભાઈ પટેલ સામે પોતાના વકીલ એચ.વી. સોલંકી મારફત નેગોશીયેબલ એક્ટ ૧૩૮ મુજબ ફરિયાદ નોંધાવી છે. જેમાં કંપનીના વહીવટકર્તા લોકોની ડિપોઝીટો સ્વીકારવાનું અને તેના પર વ્યાજ આપવાનું તેમજ કંપની અન્ય જગ્યાએ રોકાણ કરી લોકોને ઉંચી કમાણી કરી આપવાની લાલચ આપી પોતાના એજન્ટો દ્વારા કંપનીની પોલીસી સમજાવી રોકાણ કરાવે છે તેમજ કંપની મોટું ભંડોળ ભેગું કરવા એજન્ટોને ઉંચું કમિશન ચુકવે છે.

(5:32 pm IST)