Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

મોડાસાના શામળાજી ખાતે ચેકપોસ્ટ પરથી ડિટેઇન કરાયેલ વાહનોના પાર્ટની ચોરી થતા બંદોબસ્ત વધુ ગોઠવાયો

મોડાસા: શામળાજી ખાતેની આરટીઓ ચેકપોસ્ટ ઉપર હાલ કબ્જે રખાયેલા વાહનોના ટાયરો,પાર્ટસ અને એસેસરીઝની ચોરી થઇ હોવાની સામે આવ્યું છે.જયારે આસપાસના લોકો જરૃરી બંદોબસ્ત ગોઠવવા માંગ કરી રહયા છે.

રાજયની આર.ટી. ઓચેક પોસ્ટો ઉપર વાહન ચાલકોને ભોગવવી પડતી પરેશાની ને નામે 16 આરટીઓ ચેક પોસ્ટ 20મી નવેમ્બરથી રાજય સરકારે બંધ કરી દીધી. પરંતુ નિર્ણય બાદ ઉતાવળે આ ચેક પોસ્ટોને રાતોરાત ખંભાતી તાળા લગાડી દેવાતા લાખ્ખો રૃપિયાના વાહનો,ચેક પોસ્ટ બીલ્ડીંગ અને અન્ય સાધન સામગ્રી રણીધણી વગરની બની રહી.દેશની પ્રથમ ડીઝીટલ શામળાજી આર.ટી.ઓ.ચેક પોસ્ટ પણ આ નિર્ણય હેઠળ બંધ કરી દેવાઈ.

પરંતુ ચેક પોસ્ટ સ્થળે રખાયેલ ડીટેઈન કરાયેલા વાહનો કે વિભાગની માલ-મિલક્તની રખેવાળી કરવાનું વિભાગ જ જાણે વિસરી ગયો હોય એમ હાલ રામ ભરોસે છોડી દેવાઈ છે.

(5:31 pm IST)