Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

પાલનપુર-આબુરોડ પર ઢગલાબંધ દારૂના 1.51 કરોડના જથ્થાનો નાશ કરવા 6 ડમ્પરો બોલાવવામાં આવ્યા

પાલનપુર: શહેરમાં આબુરોડ હાઇવે પર આવેલ હેબતપુર ગામ નજીક તાલુકા પોલીસ દ્વારા વિવિધ બનાવોમા ઝડપી પડાયેલ રૃ.૧.૫૧ કરોડના વિદેશી દારૃ અને બિયરના જથ્થા ઉપર રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. જોકે દારૃનો જથ્થો મોટીમાત્રમાં હોઇ દારૃને હેબતપુર લઇ જવા માટે છ ડમ્પર બોલાવવા પડયા હતા.

પાલનપુર તાલુકા પોલીસ દ્વારા વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૯ દરમિયાન વિવિધ કેસો રૃ.૧.૫૧ કરોડનો ૯૦,૧૯૧ બોટલ વિદેશી દારૃ અને બીયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે આ ઢગલાબંધ દારૃના જથ્થાનો નાશ કરવા કોર્ટ આદેશ કરતા મંગળવારના રોજ પાલનપુર પ્રાંત અધિકારી, બનાસકાંઠા નશાબંધી આબકારી અધિકારી, પાલનપુર નાયબ પોલીસ અધિક્ષક અને તાલુકા પોલીસની ઉપસ્થિતિમાં હેબતપુર ગામની સીમમાં પાંચ વર્ષ દરમ્યાન પકડાયેલ દોઢ કરોડની કિંમતના વિદેશીદારૃ ઉપર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. જેને લઇ દારૃની રેલમછેલ થવાં પામી હતી.જોકે પોલીસ દ્વારા પકડાયેલ  વિદેશીદારૃનો જથ્થો મોટી માત્રામાં હોય આ દારૃને હેબતપુર ખાતે લઇ જવા માટે પોલીસને છ ડમ્પર ટ્રક બોલાવવાની ફરજ પડી હતી.

(5:30 pm IST)