Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

સુરતના સિટીલાઇટ વિસ્તારમાં પ્રોપર્ટી બ્રોકરના ઘરમાં કામ કરતી બે ઘરઘાટીએ સોનાના દાગીના સહીત 17 લાખની ચોરીને અંજામ આપ્યો

સુરત:શહેરના સીટીલાઇટ વિસ્તારના આર્શીવાદ પાર્કમાં રહેતા પ્રોપર્ટી બ્રોકરના ઘરમાં કામ કરતી બે સગી બહેનોએ રોકડ અને હીરાજડિત સોનાના દાગીના મળી કુલ રૂ. 17.10 લાખની મત્તા ચોરી કર્યાની ફરિયાદ ઉમરા પોલીસ મથકમાં નોંધાય છે.

સીટીલાઇટ રોડ અણુવ્રત દ્વાર નજીક આર્શીવાદ પાર્કમાં ફલેટ નંબર G-816માં રહેતા પ્રોપર્ટી બ્રોકર શંભુનાથ પ્રહલાદરાય હિંમતસિંગકાને ત્યાં છેલ્લા કેટલાક સમયથી બે સગી બહેન સંગીતા ઉર્ફે ભારતી બબલુ નિશાદ અને પુજા ઉર્ફે ટીના રાજુ પાસવાન ઘરઘાટી તરીકે કામ કરતી હતી.

(5:28 pm IST)