Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

વડોદરામાં છાણી ટોલનાકા નજીક રોડને નડતી 30 દુકાનોને તોડવા માટેની કામગીરી હાથ ધરાઈ

વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશનને છાયાપુરી સેટેલાઈટ રેલવે સ્ટેશન ડેવલપ કરવા રોડ લાઇનમાં નડતા કાચા પાકા 197 મકાનો તોડી પાડયા બાદ છાણી ટોલનાકાથી છાણી ગામ તરફ જતા ડાબી બાજુ 75 મીટરની પહોળાઈ ધરાવતા રોડ પરની વર્ષો જૂની ગેરકાયદે 30 દુકાનો તોડી પાડવા આજે સવારથી ઓપરેશન શરૂ કર્યું હતું.

છાયાપુરી રેલ્વે સ્ટેશન તરફ જતા રોડ ખુલ્લા કરવાની કાર્યવાહીના ભાગરૂપે શરૂ થયેલા ઓપરેશનમાં છાણી ટીપી સ્કીમ નંબર 49માં 15 મીટર પહોળો ટીપી રોડ કે.જે છાયાપુરી સ્ટેશનથી પોલીસ સ્ટેશન સુધી જાય છે તે ગઈકાલે ખુલ્લો કર્યા બાદ આજે છાણી ટોલનાકા વિસ્તારમાં રોડ લાઇનમાં આવતી 30 ગેરકાયદે દુકાનો તોડવામાં આવી છે.

(5:24 pm IST)