Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

અમદાવાદના વસ્ત્રાપુરમાં વિધવા મહિલાની દુકાનને પચાવી પાડવાના ઇરાદે ખોટા દસ્તાવેજ ઉભા કરી છેતરપિંડી આચરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: શહેરના વસ્ત્રાપુરમાં રહેતી વિધવા મહિલાની નરોડામાં આવેલી દુકાન પચાવી પાડવાના ઈરાદે ખોટા દસ્તાવેજો ઉભા કરીને તથા ખોટી સહીઓ કરીને છેતરપિંડી કરનારા બાપુનગરના શખ્સ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

વસ્ત્રાપુરમાં ચિત્રકુટ બંગ્લોઝમાં રહેતા રાજુલબહેન એ.શાહ (૫૭)ના પતિ અતુલભાઈનું ૨૦૧૧માં અવસાન થયું હતું. તેમનો દિકરો ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરે છે. તેમના પતિ શેર માર્કેટમાં લે-વેચ અને સલાહકાર તરીકે કામકાજ કરતા હતા ત્યારે ૧૯૯૫માં નરોડા ગામમાં આવેલી દુકાનો અશોકકુમાર એચ.કેવલાણી પાસેથી વેચાણ દસ્તાવેજ કરીને ૨૨ ડિસેમ્બર ૧૯૯૫માં રૃ.૬૦,૦૦૦માં ખરીદી હતી. રાજુલબહેનના પતિનું ૪ જુલાઈના રોજ અવસાન થયા બાદ તેમણે ફાઈલો તપાસતા ઉપરોક્ત મિલકતના દસ્તાવેજો મળી આવ્યા હતા. તપાસ કરતા આ દુકાન કમલેશ પી.વ્યાસ નામની વ્યક્તિએ રાજુલબહેનની જાણ બહાર તેમની ગુજરાતીમાં બનાવટી સહીઓ કરીને ખોટો નોટરાઈઝ જનરલ પાવર ઓફ એટર્ની કરીને તેને આધાર પુરાવા તરીકે રાખીને ખોટો દસ્તાવેજ તૈયાર કરીને છેતરપિંડી કરી હતી.

(5:22 pm IST)