Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

આઈટીઆઈમાં ચેકીંગઃ ૭ મોડા આવ્યા અને ૨૦ કર્મચારીઓ ઘેર હાજર

અમદાવાદઃ આઈટીઆઈ (ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ)માં કરાયેલ ઓચિંતા ચેકીંગમાં કામ ઉપર મોડા આવતા. અને રજા લીધા વગર ગેરહાજર રહેતા કર્મચારીઓ ઝડપાઈ ગયા હતા. શ્રમ અને રોજગાર વિભાગે હાથ ધરેલી ઓચિંતી તપાસમાં આ પ્રકારે ગેરહાજર રહેનારા કે મોડા આવનારા કર્મચારીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

શ્રમ અને રોજગાર વિભાગે ૧૪ આઈટીઆઈમાં તપાસ હાથ ધરી હતી. જેમા ૭ કર્મચારી મોડા આવેલા જણાયા હતા. અન્ય ૨૦ કર્મચારી અને અધિકારીઓ તેમના સિનિયરને જાણ કર્યા વગર ગેરહાજર રહ્યા હતા.

ગુજરાત રાજયના શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રા જણાવે છે કે અમે ૨૭ કસુરવાર કર્મચારીઓ સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે. અમે મોડા આવનારા અને ગેરહાજર રહેતા કર્મચારીઓ અંગે મળેલી ફરિયાદોની ગંભીર નોંધ લીધી છે. અમે અન્ય આઈટીઆઈમાંથી ૨૮૩ આઈટીઆઈમાં બાયોમેટ્રીક હાજરી પધ્ધતિ અમલમાં મુકી દેવામાં આવી છે. આઈટીઆઈના ૬૮૦૦ થી વધુ ઈન્સ્ટ્રકટર્સની બાયોમેટ્રીકસ હાજરી પધ્ધતિ માટે નોંધણી કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

(3:43 pm IST)