Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ભગવાન જગન્નાથ પાસે ૬૦ હજાર એકર જમીન અને ૧૬૦ કિલો સોનું

જગન્નાથ પુરી, તા.૨૭:  જગન્નાથ પુરીના ઇષ્ટદેવ ભગવાન જગન્નાથ પાસે ૬૦ હજાર એકર જમીન અને ૧૬૦ કિલો સોનું છે એવી જાણકારી મળી હતી.મંગળવારે ઓરિસા વિધાનસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી. આ સંપત્તિ ઉપરાંત અનેક કિંમતી હીરામાણેક મોતી નીલમ પોખરાજ ઉપરાંત અન્ય છ રાજયોમાં કુલ ત્રણ લાખ પંચાણું હજાર બસો બાવન એકર જમીન પણ છે.ભગવાન વિષ્ણુનો અવતાર મનાતા આ દેવનાં પત્ની ખુદ લક્ષ્મીજી હોય ત્યારે સંપત્ત્િ। અખૂટ હોય એ સ્વાભાવિક ગણાય. વિધાનસભામાં એવી પણ માહિતી આપવામાં આવી હતી કે જે છ રાજયોમાં ભગવાન જગન્નાથની જમીન છે એમાં સૌથી વધુ જમીન પશ્યિમ બંગાળમાં છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં ૨૮.૨૧૮ એકર, આંધ્ર પ્રદેશમાં ૧૭,૦૨૦ એકર, મધ્ય પ્રદેશમાં ૨૫,૧૧૦ એકર, છત્તીસગઢમાં ૧,૭૦૦ એકર અને સૌથી ઓછી જમીન બિહારમા ૨૭૪ એકર જમીન છે.

(3:41 pm IST)