Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

આજે બપોર સુધીમાં કુલ ૧૭૬૦૦ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચી

રાજકોટ, તા. ર૭ :  રાજય સરકારના નાગરિક પુરવઠા નિગમના માધ્યમથી ટેકાના મણના રૂ. ૧૦૧૮ના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. આજે બપોર સુધીમાં બધા દિવસના મળી કુલ ૧૭૬૦૦ જેટલા ખેડૂતોએ મગફળી વેંચી છે. સરકાર દ્વારા ખેડૂતોને મગફળી વેચવા માટે રોજ વારા પ્રમાણે ટેલીફોનિક મેસેજથી બોલાવવામાં આવી રહ્યા છે. ખરીદી પ્રક્રિયામાં ધીમે ધીમે ગતિ આવતી જાય છે. મગફળીમાંથી ભેજનું પ્રમાણ ઘટતા મગફળી વેંચવા લાયક થવા લાગી છે. ભેજના કારણે મગફળી નહિ વેંચી શકેલા ખેડૂતોને ડીસેમ્બરના બીજા અઠવાડિયામાં અલાયદી વ્યવસ્થા દ્વારા તક અપાશે. રાજયમાં ૧૪૦ જેટલા  કેન્દ્રો પર ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે.

(3:40 pm IST)