Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ઇ.વી.એમ. અંગેના રાષ્ટ્રીય એવોર્ડ માટે જયદીપ દ્વિવેદીનું નામાંકન

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતનું ગૌરવ વધારતી કામગીરી

રાજકોટ તા.૨૭ : ભારતના ચૂંટણી પંચ દ્વારા એપ્રિલ-મે ૨૦૧૯માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ઇલેકટ્રોનીક વોટીંગ મશીન અને   વીવીપેટના ગુજરાત નોડલ ઓફીસર તરીકેની શ્રેષ્ઠ કામગીરી બદલ ચૂંટણી પંચના તત્કાલીન સંયુકત મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી જયદીપ દ્વિવેદીનું નામાંકન કરવામાં આવ્યું છે. તેઓ હાલ રાજયના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગમાં સંયુકત સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

ચૂંટણીમાં વિવિધ વિભાગોમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા પસંદગીના અધિકારીઓને તા.૨૫ જાન્યુઆરી  ૨૦૨૦ ના દિવસે મતદાતા દિનની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ આપવામાં આવનાર છે. ચૂંટણી પંચ દ્વારા તેના માટે દરેક રાજયમાંથી અલગ અલગ વર્ગવાર નામ મંગાવવામાં આવ્યા છે. લોકસભાની ગઇ ચૂંટણીમાં રાજયના નોડલ ઓફીસર તરીકે ઇવીએમ  અને વીવીપેટને લગતી ઉત્કૃષ્ટ કામગીરી બદલ ચૂંટણી પંચના ગુજરાત  એકમ દ્વારા શ્રી જયદીપ દ્વિવેદીના એવોર્ડ માટે નામની ભલામણ કરવામાં આવી છે.

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા બધા રાજયોમાંથી આવેલા નામાંકનની માહિતીની સમીક્ષા કરીને દેશમાંથી બે નોડલ ઓફીસરને એવોર્ડ માટે પસંદ કરવામાં આવશે. શ્રી દ્વિવેદીનું નામાંકન ગુજરાત માટે ગૌરવરૃપ ગણાય છે.(મો.૯૯૭૮૪ ૦૮૨૪૨) ગાંધીનગર

(2:28 pm IST)