Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

કરોડોના બિટકોઇન કૌભાંડમાં સતિષ કુંભાણી પર સકંજો: CID ક્રાઇમે 70 કરોડની પ્રોપર્ટી જપ્ત કરી

તેના સગા-સબંધીઓના નામે પણ કેટલીક મિલકતો ખરીદી

સુરતઃ કરોડો રૂપિયાના બિટકોઇન કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, સુરતમાં આરોપી સતિષ કુંભાણીની 70 કરોડ રૂપિયાની પ્રોપર્ટી સીઆઇડી ક્રાઇમ દ્વારા સિઝ કરવામાં આવી છે, કુંભાણીની ધરપકડ પછી તેના વોલેટમાંથી 700 કરતા વધુ બિટકોઇન મળી આવ્યાં હતા, જેની કિંમત 50 કરોડ રૂપિયા જેટલી થાય છે, આ બિટકોઇન પણ જપ્ત કરી લેવામાં આવ્યાં છે,

 સુરતમાં આરોપીનો લક્ઝુરિયસ ફ્લેટ અને ઓફિસ સહિતની પ્રોપર્ટી સિઝ કરાઇ છે. કૌભાંડીએ તેના સગા-સબંધીઓના નામે પણ કેટલીક મિલકતો ખરીદી છે, તેની સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ કરાઇ રહી છે.

  આરોપી કુંભાણીએ કોર્ટમાં જામીન અરજી પણ કરી છે, જેના પર 29 નવેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે, બીજી તરફ કરોડો રૂપિયાના બિટકોઇન કૌભાંડમાં ઇન્કમટેક્સ વિભાગે પણ તપાસ હાથ ધરી હતી, જેમાં કેટલીક મહત્વની જાણકારી વિભાગને હાથ લાગી હોવાનું સામે આવ્યું છે, આરોપીઓએ બિટકોઇનમાં રોકાણના નામે ભારત અને વિદેશમાં અનેક ઇન્વેસ્ટરો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યાં હતા, અને વેબસાઇટ બંધ કરીને ફરાર થઇ ગયા હતા

(12:30 pm IST)