Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

પરિવર્તનીય વિસ્તાર માટે દાવાની અરજી ઓનલાઇનઃ અરજદારને એસ.એમ.એસ.થી જાણઃ ૧૫ દિ'માં સુનાવણી

iora પોર્ટલ પર અરજી કરવાનીઃ મહેસુલ વિભાગનો પરિપત્ર

ગાંધીનગર તા.૨૭: રાજ્યમાં થઇ રહેલી ઝડપી આર્થિક તથા બીજી વિકાસલક્ષી પ્રવૃતિઓને કારણે કલેકટર અથવા યથા પ્રસંગ, સરવે અધિકારીઓએ નક્કી કરેલ હદ કરતા વધારે વિસ્તારો વિસ્તારવામાં આવ્યા હોય ત્યારે પરિવર્તનીય વિસ્તાર  અસ્તિત્વમાં આવ્યા છે. આવા પરિવર્તનીય વિસ્તારો માટે સેટલમેન્ટ, રૂપાંતરિત વેરો, સરકારી લેણા ભરવા હેતુ તથા સાચી સ્થિતીને રેકર્ડ પર લાવવાના હેતુ માટે ખાનગી જમીનોમાં પૂરક સેટલમેન્ટ કરવા માટેની ખાસ જોગવાઇઓ કરીને પરિવર્તનીય વિસ્તારોમાં આવેલી જમીનો પરના ફેરફારોનું રજીસ્ટર તૈયાર કરવાનું, તેને અદ્યતન કરવાનું તેમજ નિભાવવાનું ઈષ્ટે જણાયુ છે. સરકારે આ અંગે ગિતવાર પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.

મહેસુલ વિભાગના નાયબ સચિવ એમ.બી.સોની સહીથી ૨૫ નવેમ્બરે બહાર પડેલ પરિપત્રમાં જણાવાયુ છે કે  અરજદારશ્રી પરિવર્તનીય વિસ્તાર માટેના દાવાની અરજી ઓનલાઈન અરજી કરી શકે તે માટે ૧૦ર/ પોર્ટલ (https:// iora.gujarat. gov.in)  પર  સગવડ પ્રસ્થાપિત કરવામાં આવેલ છે અને તે માટે નીચે મુજબની કાર્ય પધ્ધતિ અનુસરવાની રહેશે. અરજીમાં જણાવેલ તમામ વિગતો શ્રુતિ ફોન્ટમાં દાખલ કરવાની રહેશે.  અસલ અરજીપત્રક સાથે જોડવાના રહેતા તમામ જરૂરી પુરાવા તથા અન્ય જરૂરી કાગળો સ્કેન કરી અપલોડ કરવાના રહેશે. અરજી સબમીટ કર્યા તારીખથી મહતમ ૧૫ દિવસમાં/ રૂબરૂ સુનાવણી વખતે અસલ દસ્તાવેજો સંબંધિત અંધિકૃત મહેસૂલી અધિકારી સમક્ષ રજૂ કરવાનાં રહેશે. માત્ર iora પોર્ટલ પરથી પ્રીંટ કરેલ અરજીપત્રક જ માન્ય ગણાશે. આ સિવાય અન્ય કોઈ રીતે બનાવેલ અરજીપત્રક જણાશે તો આપની અરજીનો અસ્વિકાર થશે ઓનલાઈન અરજીમાં અસલ અરજીપત્રક સાથે જોડવાના રહેતા તમામ જરૂરી પુરાવા તથા અન્ય જરૂરી કાગળો સ્કેન કરી અપલોડ કરવાના રહેશે. અરજી સબમીટ કર્યા તારીખથી મહતમ ૧૫ દિવસમાં અસલ દસ્તાવેજો, સંબંધિત અધિકૃત મહેસૂલી અધિકારી સમક્ષ કચેરીને રૂબરૂ/રજીસ્ટર પોસ્ટથી પહોચાડવાના રહેશે. અરજદાર અરજી અંગેની સ્થિતી જાણવા માટે અરજી નંબર અને મોબાઇલ નંબર દાખલ કરી અરજીનું સ્ટેટસ જાણી શકશે.

(11:57 am IST)