Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

પાલનપુર પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન અમદાવાદ હાઇવે પર એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર ચાર ઈસમોને રંગે હાથે દબોચ્યા

પાલનપુર:માં પશ્ચિમ પોલીસની ટીમ રાત્રે પેટ્રોલીગમાં હતી તે  દરમિયાન અમદાવાદ હાઈવે નજીક એક બેંકનુ એટીએમ મશીન ગેસ કટરથી કાપવાનો પ્રયાસ કરતી આ ટોળકીના ચાર ઈસમો રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

આ તમામ ઈસમો બનાસકાંઠામહેસાણા,વડગામતાલુકાના હોવાનુ બહાર આવ્યુ હતુ. તેમના પાસેથી ગેસ કટરનો સામાન તેમજ ગાડી સહીત ર લાખ પ૭ હજાર નો મુદ્દામાલ કબજે કરી આ ચારેયને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.

પોલીસ પેટ્રોલીગમાં હતી ત્યારે અમદાવાદ હાઈવે ઉપર એટીએમ ચોરતા મહેસાણાના બેખેરાલુનો એક તેમજ બનાસકાઠાનો એક ઝડપાતા તેમની પાસેથી મુદ્દામાલ કબજે કર્યો

શહેર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર આર.કે. સોલંકી અને તેમની ટીમ નાઈટ કોમ્બીગ રાઉન્ડમાં હતી ત્યારે  અમદાવાદ હાઈવે ઉપર લક્ષ્મી વિષ્ણુ કોમ્પલેક્ષ આગળ એસ.બી.આઈ.ના એટીએમમાં ગેસ કટરથી ચોરી કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. પોલીસે દુરથી તમામને એટીએમ કાપતા જોઈ લીધા હતા.

(5:32 pm IST)