Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

અંકલેશ્વર પાસેના હાઇવે પર રોંગસાઇડમાં આવેલ રીક્ષા પોલીસ વાન સાથે ટકરાઈ :મહિલા સહીત ચાલકને ઇજા

નવજીવન હોટલ પાસે અકસ્માત :દાહોદની પોલીસબસમાં સવાર ચાર પોલીસ અને એક કેડીનો બચાવ

અંકલેશ્વર પાસેથી પસાર થતા નેશનલ હાઇવે પર આવેલી નવજીવન હોટલ પાસે એક રીક્ષા રોંગ સાઈડથી આવતાં પોલીસની બસ સાથે અથડાયી હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર મહિલા સહીત ચાલકને ઇજા પહોંચી હતી.

દાહોદ પોલીસ એસએમએલનાં બસમાં સવાર ચાર પોલીસ કર્મીઓ સહિત એક કેદીનો બચાવ થયો હતો. પોલીસ એસએમએલની બસ કેદીને લઈને દાહોદથી સુરત ગઈ હતી. દરમ્યાન સુરતથી પરત ફરતા અંકલેશ્વર નજીક હાઈવે ઉપર નવજીવન હોટલ પાસેથી પસાર થતાં અચાનક રોંગ સાઈડથી રીક્ષા આવી જતાં પોલીસ બસ સાથે અથડાયી હતી. જેમાં રીક્ષા ચાલક સહિત રીક્ષામાં સવાર એક મહિલાને ઇજા થતાં સારવાર અર્થે ખસેડયા હતા.

(12:35 am IST)