Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

સુરતના વેસુ ચોકી પાસે આગમ આર્કેટમાં ભીષણ આગ ;પાંચ વર્ષના બાળકનું મોત :ત્રણની હાલત ગંભીર

સુરતના વેસુ ચોકી પાસે આગમ આર્કેડમાં ત્રીજા માળે ભીષણ આગ લાગતા પાંચ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે ચાલુ શોપીંગ સેન્ટરમાં લાગેલી આગની ઘટના બાદ 15 જેટલા ફાયર ફાઇટર્સનો મોટો કાફલો આગને બુઝાવાની કામગીરીમાં લાગ્યો હતો. આગમાં 5 વર્ષીય બાળકનું મોત નિપજ્યું છે.

 આગમાંથી રેસ્ક્યુ કરાયા બાદ કુલ 5 બાળકોને વેણુ સ્થિત સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી મંથન જાધવ નામના બાળકનું મોત નિપજતા પરિવારજનો શોકમગ્ન બન્યા છે. આગમાં ગુંગણામણને કારણે મંથનનું મોત થયું હોવાનું અનુમાન છે. તો પાંચ પૈકી અન્ય 2 બાળકોની હાલત ગંભીર બતાવાઇ રહી છે. જ્યારે કે આગમાં ફસાયેલા અન્ય 2 બાળકોને નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(8:53 am IST)