Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

પોલીસ ગ્રેડ પે આંદોલન વચ્ચે હવે આબકારી વિભાગના કર્મચારીઓએ રણશિંગુ ફુક્યું:આંદોલનને આપ્યું સમર્થન

આબખારી ખાતાના કોન્સ્ટેબલનો ગ્રેડ પણ 1650 રૂપિયા છે પોલીસ સમકક્ષ ગ્રેડ પે કરવા માંગ

અમદાવાદ : ગુજરાત સરકાર માટે માથાનો દુખાવો સાબિત થયેલ ગ્રેડ પે આંદોલન હાલ ડામાડોળ સ્થિતિમાં છે ત્યાં આ આંદોલનમાં વધારે લોકોએ જોડાણની જાહેરાત કરી છે. ગુજરાત પોલીસ કર્મચારીઓ દ્વારા લાંબા સમયથી ગ્રેડ પે મુદ્દે કરાઇ રહેલી માંગ નહી સંતોષાતા આખરે આંદોલનનું અસ્ત્ર ઉગામ્યું હતું. દિવસેને દિવસે આંદોલન વેગ પકડી રહ્યું છે. તેવામાં હવે નશાબંધી અને આબકારી ખાતાના કર્મચારીઓ દ્વારા પણ આ આંદોલનને સમર્થન આપીને તેમણે પણ આ આંદોલનમાં જોડાવાની જાહેરાત કરી દીધી છે.

આબખારી ખાતાના કોન્સ્ટેબલનો ગ્રેડ પણ પણ 1650 રૂપિયા છે. જેના કારણે પોલીસ સમકક્ષ ગ્રેડ પે કરવા માટેની માંગ સાથે આ કર્મચારીઓએ હવે આંદોલનને સમર્થન જાહેર કર્યું છે. આબકારી અને નશાબંધી ખાતા દ્વારા આ અંગે ગૃહમંત્રીને પત્ર લખીને માંગ કરવામાં આવી છે. આ આંદોલન જેમ જેમ વેગ પકડતું જાય છે તેમ તેમ પોલીસ અને તેની સાથે સંલગ્ન વિભાગના કર્મચારીઓ પણ તેમાં જોડાઇ રહ્યા છે. જેના કારણે સરકાર માટે હવે આ આંદોલન મોટો પડકાર સાબિત થાય તેવી શક્યતા છે.

(10:35 pm IST)