Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત ચાર સેવાઓ ઇ-ગ્રામ મારફતે શરૂ કરાશે: મંત્રી જીતુભાઇ વાઘાણી

ડુપ્લિકેટ લાયસન્સ, રિન્યુઅલ ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઇ-ગ્રામ પરથી અરજી કરી શકાશે: વીસીને 20 રૂપિયાનો ચાર્જ ચૂકવી ઇ-ગ્રામ પર ચાર પ્રકારની અરજી કરી શકાશે.

અમદાવાદ :  ગુજરાતની ભૂપેન્દ્રભાઈ  પટેલ સરકારે ડ્રાઇવિંગ લાયન્સને લઈને મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો સીધો લાભ લોકોને થવાનો છે. ભૂપેન્દ્ર ભાઈ પટેલ સરકારે ડૂપ્લીકેટ લાયસન્સ અને લાયન્સ રિન્યુ કરવા મુદ્દે મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ  વાઘાણીએ આ મુદ્દે આજે મોટી જાહેરાત કરી હતી.

જીતુભાઈ  વાઘાણીએ જણાવ્યું હતું કે, ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત ચાર સેવાઓ ઇ-ગ્રામ મારફતે શરૂ કરાશે. ડુપ્લિકેટ લાયસન્સ, રિન્યુઅલ ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઇ-ગ્રામ પરથી અરજી કરી શકાશે. સામાન્ય ચાર્જમાં અરજદાર ઇ-ગ્રામ પર અરજી કરી શકશે. વીસીને 20 રૂપિયાનો ચાર્જ ચૂકવી ઇ-ગ્રામ પર ચાર પ્રકારની અરજી કરી શકાશે.

(10:31 pm IST)