-
જોરદાર ! રણવીરસિંહ જમ્યો ૨૭ વાનગીથી ભરપૂર ગુજરાતી થાળી access_time 3:08 pm IST
-
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ માણી અમદાવાદની મહેમાનગતિઃ કેરીના રસની ઉડાવી જયાફત access_time 3:58 pm IST
-
લ્યો બોલો... જયેશભાઇ જોરદાર નહિ નબળા રહ્યાં: માત્ર ટેલર જ હતું ‘જોરદાર': નબળી વાતો access_time 3:50 pm IST
-
બજારમાં આવ્યું જબરદસ્ત સ્પીડવાળું નવું રાઉટર access_time 6:14 pm IST
-
બે વખત વડાપ્રધાન બનવું પૂરતું નથી, હું બીજી ધાતુથી બનેલો છું : પીએમ access_time 10:15 am IST
-
વસીમ જાફરની ભવિષ્યવાણી : ગુજરાત ટાઇટન્સ સાથે મળીને આ 3 ટીમો પ્લેઓફમાં પહોંચશે access_time 6:20 pm IST
દિવસેને દિવસે આંદોલનમાં વધુ કર્મચારીઓ જોડાઇ છે
પોલીસ ગ્રેડ પે આંદોલનમાં નશાબંધી અને આબકારી ખાતાના કર્મચારીઓ પણ જોડાયા

અમદાવાદ, તા.૨૭: ગુજરાતના પોલીસ કર્મચારીઓ છેલ્લા અમુક સમયથી ગ્રેડ પેને લઈને આંદોલન કરી રહ્યા છે. જેમા હવે તો દિવસેને દિવસે આ આંદોલન વેગ પકડી રહ્યું છે. હવે નશાબંધી અને આબકારી ખાતાના કર્મચારીઓ પણ આ આંદોલનમાં જોડાઈ ગયા છે.
આપને જણાવી દઈએ કે આબકારી ખાતાના કોન્સ્ટેબવલનો ગ્રેડ પે ૧,૬૫૦ રૂપિયા છે. જેથી પોલીસ સમકક્ષ ગ્રેડ પરે કરવા માટે ગૃહ રાજયમંત્રી સમક્ષ કર્મચારીઓ માગ કરી રહ્યા છે, સમગ્ર મામલે હવે આ આંદોન દિવસેને દિવસે વેગ પકડી રહ્યો છે. કારણે ધીરે ધીરે મોટા ભાગના વિભાગો આંદોલનમાં હવે જોડાઈ રહ્યા છે.
સમગ્ર મામલે ગૃહ રાજયમંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. કે ગ્રેડ પે ને લઈે પોલીસ કર્મચારીઓ જે આંદોલન કરી રહ્યા છે. તે મામલે ગૃહરાજયમંત્રી હર્ષ સંદ્યવીએ કહ્યું કે સરકાર તેમની માગણી પર અભ્યાસ કરી રહી છે. સાથેજ ગૃહરાજયમંત્રીએ કહ્યું છે કે આગામી સમયમાં પોલીસ કર્મચારીઓની માગંણીને લઈને નિર્ણય લેવામાં આવશે. વધુમાં ગૃહ રાજયમંત્રીએ કહ્યું કે કોઈપણ વિષય પર યોગ્ય રીતે જો રજૂઆત કરવામાં આવે તો તેનો અભ્યાસ સરકાર દ્વારા કરવામાં આવે છે. જેથી હવે આ મામલે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. ગૃહરાજયમંત્રીએ કહ્યું કે પોલીસ કર્મીઓની જે પણ માગ છે તે અંગે તેઓ વિવિધ પાસાઓની તપાસ કરશે. જે તપાસ બાદ તેઓ આગળ નિર્ણય લેવાના છે. છેલ્લા કેટલાક સમયથી પોલીસ કર્મચારીઓ તેમના ગ્રેડ પે ની માગણી કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે પોલીસ કર્મીઓના આંદોલનને લઈને ગૃહરાજયમંત્રીએ કહ્યું કે તેઓ કોઈપણ વિષયને હકારાત્મક રીતે વિચારીએ છે. ત્યારબાદ તેના પર નિર્ણય લેવામાં આવે છે. મહત્વનું છે કે ટૂંક સમયમાં હવે પોલીસ કર્મીઓના ગ્રેડ પે ને લઈને સરકાર જાહેરાત કરી શકે છે. જેમાં પોલીસ કર્મીઓની માગ પૂરી થવાની શકયતા છે.