-
જોરદાર ! રણવીરસિંહ જમ્યો ૨૭ વાનગીથી ભરપૂર ગુજરાતી થાળી access_time 3:08 pm IST
-
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ માણી અમદાવાદની મહેમાનગતિઃ કેરીના રસની ઉડાવી જયાફત access_time 3:58 pm IST
-
લ્યો બોલો... જયેશભાઇ જોરદાર નહિ નબળા રહ્યાં: માત્ર ટેલર જ હતું ‘જોરદાર': નબળી વાતો access_time 3:50 pm IST
-
બજારમાં આવ્યું જબરદસ્ત સ્પીડવાળું નવું રાઉટર access_time 6:14 pm IST
-
બે વખત વડાપ્રધાન બનવું પૂરતું નથી, હું બીજી ધાતુથી બનેલો છું : પીએમ access_time 10:15 am IST
-
વસીમ જાફરની ભવિષ્યવાણી : ગુજરાત ટાઇટન્સ સાથે મળીને આ 3 ટીમો પ્લેઓફમાં પહોંચશે access_time 6:20 pm IST
૭ દિવસના બાળકનું અપહરણ કરી બિહાર ટ્રાન્સફર કરી દેનાર આરોપીઓ પોલીસ પિંજરે પૂરાયા
વડોદરા એસપી સુધીર દેસાઇ ટીમ દ્વારા કાબિલે દાદ કામગીરી, બાળકને હેમખેમ જોઈ માતા પિતાની આંખો હર્ષના આસુંથી ઉભરાઈ ગયેલ

રાજકોટ તા. ૨૭, વડોદરા રૂરલ એસપી સુધીર દેસાઈ અને ટીમ દ્વારા કાબિલે દાદ કામગીરી કરવામાં આવી છે, ફકત ૭ દિવસના બાળકનું અપહરણ કરી તેને બિહાર સુધી ઉપાડી જનાર આરોપીઓને તાત્કાલિક વિશેષ ટીમ દ્વારા કબ્જો મેળવી આરોપીઓનો કબ્જો મેળવી બાળકને હેમખેમ પરત લાવતાં માતા પિતાની આંખો હર્ષથી છલકાઈ ઉઠી હતી.
વાઘોડિયા તાલુકાના ભગવનપુરા ગામના નવી નગરીમાંથી ૭ દિવસના બાળકનું અપહરણ કરવામાં આવેલ. અનેક પ્રયત્નો છતાં એક દંપતિ બાળક સુખથી વંચિત રહેલ, ટેસ્ટ ટ્યુબ સહિત પદ્ધતિ પણ કારગત નહિ નીવડતા પ્રવીણ નામના શખ્સે પોતાની નજીક રહેતા કાલિદાસ દેવી પૂજકનો સંપર્ક કર્યો, કાલિદાસ પર સંખ્યાબંધ ચોરીના આરોપ છેેે. જે બાબતે પણ વડોદરા એસપી સુધીર દેસાઇ ખરાઇ કરી રહી છે. એવા કાલિદાસ અને રમણભાઈ રઠોડીયાનિ મદદથી બાળકનું અપહરણ કરી બાલક નરેન્દ્ર રંજન નામના શખ્સને આપી દીધેલ. ફરિયાદ થતાં જ વડોદરા એસપી દ્વારા પોલીસ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ સ્ટાફ કામે લગાડી દીધેલ. બિહાર ગયેલ પોલીસ ટીમ તુરત બાળકને લઈ પરત આવેલ. પરિવારને સુપ્રત કરેલ.પોલીસ દ્વારા આરોપીઓ કાલિદાસ દેવીપૂજક, રમણ રાઠોડિયા, પ્રવીણ ચુનારા, દક્ષાબેન ચુનારા, કલ્પેશ રાઠોડ, અને નરેન્દ્ર રંજનની અટકાયત કરી છે.