Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ગુજરાતમાં શ્રેષ્ઠ પ્રશાસનિક વ્યવસ્થાઃ વેપારને અનુકુળ વાતાવરણ : વોલ્ટર લિંડનેર

મુખ્યમંત્રી સાથે જર્મન એમ્બેસેડરની મુલાકાતઃ રોજગાર - સ્કીલ ડેવલપમેન્ટ અંગે ચર્ચા : વાયબ્રન્ટ સમિટ - ૨૦૨૨માં જર્મનીને પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવા આમંત્રણ આપતા સીએમ ભુપેન્દ્રભાઇ

રાજકોટ, તા.૨૭: જર્મન એમ્બેસેડર વોલ્ટર-લિંડનેર અને મુંબઇમાં જર્મનીના કોન્સ્યુલ જનરલ જુર્ગેન મોરહર્દે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની મુલાકાત લીધી હતી. આ તબકકે જર્મન એમ્બેસેડરે ગુજરાત સાથેના સાંસ્કૃતિક અને વેપાર-વાણીજયના સંબંધો વિકસાવવાની ઉત્સુકતા દર્શાવતાં કહ્યું કે, ગુજરાતમાં શ્રેષ્ઠ પ્રશાસનિક વ્યવસ્થાઓ અને બિઝનેસ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટને પરિણામે ૧૦ ઉપરાંત જર્મન કંપનીઓ અહીં કાર્યરત છે.

પૂના, હૈદ્રાબાદ, બેંગલુરુ  જેવા સ્થળોને બદલે હવે, અમદાવાદ ગુજરાતમાં બિઝનેસ વિકસાવવાની જર્મન કંપનીઓની માનસિકતા માટે રાજયની એફિસિયન્ટ ગવર્નન્સ મૂળભૂત કારણરૂપ છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજયસરકાર ગુજરાતમાં કાર્યરત જર્મન ઉદ્યોગ ગૃહોને જરૂરી તમામ મદદ પૂરી પાડશે. તેમણે જર્મન એમ્બેસેડરને સરદાર પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાનું નિમંત્રણ આપ્યું હતું. તેમણે ગુજરાતમાં યુવાઓના સ્કીલ ડેવલપમેન્ટ માટે પણ જર્મન ઉદ્યોગ કંપનીઓ, તાલીમ સંસ્થાઓની સહભાગીતાની સંભાવનાઓ પર ફોકસ કરવા પરામર્શ કર્યો હતો.

જર્મનીના મુંબઇ સ્થિત કોન્સ્યુલ જનરલે ઇન્ડો-જર્મન ટુલરૂમ અમદાવાદમાં કાર્યરત છે અને જર્મન કંપનીઓને અનુરૂપ કુશળ માનવબળ માટે વોકેશનલ ટ્રેનિંગ આપી શકાય તેમ છે. મુખ્યમંત્રીએ જાન્યુઆરી ૨૦૨૨માં યોજાનારી વાયબ્રન્ટ સમિટમાં જર્મનીને પાર્ટનર કંટ્રી તરીકે જોડાવાનું નિમંત્રણ પણ પાઠવ્યું હતું. તેમણે જર્મન એમ્બેસેડરને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિકૃતિ સ્મૃતિ ભેટરૂપે આપી હતી.

(12:56 pm IST)