Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

એકતા દિવસની ઉજવણી માટે જતી રેલી રાજપીપળા આવી પહોંચતા નર્મદા પોલીસે ભવ્ય સ્વાગત કર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આગામી તા .૩૧ / ૧૦ / ૨૦૨૧ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉજવણી કરવામાં આવનાર છે . જે અન્વયે દેશભરમાથી અલગ, અલગ લશ્કરી,અર્ધલશ્કરી ફોર્સની તેમજ વિવિધ રાજય ની પોલીસ દ્રારા આયોજીત મોટર સાયકલ / સાયકલ / કાર રેલીઓ આજરોજ રાજપીપળા ખાતે આગમન થતા નર્મદા પોલીસે વડિયા જકાતનાકા પાસે સ્વાગત કર્યું હતું.
જિલ્લા પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારીઓ અને જવાનો ના સહયોગથી આજે રાજપીપળા આવી પહોંચેલી બે સાઇકલ રેલી અને એક બુલેટ રેલીનું નર્મદા પોલીસે જોરદાર સ્વાગત કરી રેલીમાં આવેલા જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. સ્વાગત બાદ આ ત્રણ રેલી કેવડીયા ખાતે જવા રવાના થઇ હતી.

(12:18 pm IST)