Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

એકતા દિવસની ઉજવણીમાં આવનારી રેલીનું વડિયા જકાતનાકે થનારા સ્વાગતમાં આવવા નર્મદા પોલીસનું આમંત્રણ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : આગામી તા .૩૧ / ૧૦ / ૨૦૨૧ સમગ્ર ભારત વર્ષમાં રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે . જે અન્વયે દેશભરમાથી અલગ,અલગ લશ્કરી, અર્ધલશ્કરી ફોર્સની તેમજ વિવિધ રાજયની પોલીસ દ્રારા આયોજીત મોટર સાયકલ / સાયકલ / કાર રેલીઓ તા .૨૬ / ૧૦ / ૨૦૨૧ ના રોજ નર્મદા જીલ્લા ખાતે આગમન કરવાની છે

આ તમામ રેલીઓનું સ્વાગત નર્મદા પોલીસ દ્વારા વડીયા જકાત નાકા રાજપીપલા અને એકતા ધ્વાર કેવડીયા ખાતે કરવામા આવશે માટે આ સ્વાગત માટે જાહેર જનતાને પધારી દેશમાંથી આવનાર વિવિધ દળોનું જુસ્સો વધારવા માટે નર્મદા પોલીસ દ્વારા જણાવાયું છે.

(12:27 pm IST)