-
જોરદાર ! રણવીરસિંહ જમ્યો ૨૭ વાનગીથી ભરપૂર ગુજરાતી થાળી access_time 3:08 pm IST
-
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ માણી અમદાવાદની મહેમાનગતિઃ કેરીના રસની ઉડાવી જયાફત access_time 3:58 pm IST
-
લ્યો બોલો... જયેશભાઇ જોરદાર નહિ નબળા રહ્યાં: માત્ર ટેલર જ હતું ‘જોરદાર': નબળી વાતો access_time 3:50 pm IST
-
બજારમાં આવ્યું જબરદસ્ત સ્પીડવાળું નવું રાઉટર access_time 6:14 pm IST
-
બે વખત વડાપ્રધાન બનવું પૂરતું નથી, હું બીજી ધાતુથી બનેલો છું : પીએમ access_time 10:15 am IST
-
વસીમ જાફરની ભવિષ્યવાણી : ગુજરાત ટાઇટન્સ સાથે મળીને આ 3 ટીમો પ્લેઓફમાં પહોંચશે access_time 6:20 pm IST
વર્ગ ચારના કર્મચારીઓને ૩૫૦૦ રૃપિયા બોનસ ચૂકવાશે
નાણાં વિભાગે બોનસ માટે ઠરાવ બહાર પાડ્યો : દિવાળીને ધ્યાને લઇને વર્ગ -૪ના કર્મચારીઓ દિવાળી ઉજવી શકે તે માટે તેઓને બોનસ આપવાનો નિર્ણય કરાયો

ગાંધીનગર, તા.૨૬ : આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્યાને લઇને વર્ગ -૪ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને બોનસ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ગુજરાતના વર્ગ ૪ના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે વર્ગ ૪નાં કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ આપી છે. વર્ગ ૪ના કર્મચારીઓને ૩૫૦૦ રૃપિયા બોનસ ચૂકવાશે. નાણાં વિભાગે બોનસ માટે ઠરાવ બહાર પાડ્યો છે. ઠરાવ પ્રમાણે, રાજ્ય સરકાર દ્વારા સાતમા, છઠ્ઠા અને પાંચમા પગારપંચમાં વર્ગ-૪ના સંવર્ગમાં નિયમિત પગાર ધોરણમાં ફરજ બજાવતા કર્મચારીઓને ૨૦૨૦-૨૧ના હિસાબી વર્ષ માટે ૩૦ દિવસના વેતન જેટલું એડહોક બોનસ ચુકવવાનો નિર્ણય કર્યો છે.
એડહોક બોનસની રકમની મહત્તમ મર્યાદા ૩૫૦૦ રૃપિયાની રહેશે. એડહોક બોનસનો લાભ ફક્ત વર્ગ -૪ના કર્મચારીઓને મળવાપાત્ર થશે. તા . ૩૧ માર્ચ ૨૦૨૧ના રોજ નોકરીમાં ચાલુ હોય અને ૨૦૨૦-૨૧ના વર્ષ દરમિયાન જેમણે ઓછામાં ઓછી ૬ મહિના સળંગ નોકરી કરી હોય તે કર્મચારીઓ આ હુકમ અન્વયે કરેલ નોકરીના પ્રમાણમાં ચુકવણીને પાત્ર બનશે. પાત્રતાનો ગાળો નોકરીમાં મહિનાને સંખ્યાના આધારે ગણવામાં આવશે. એડહોક બોનસની રકમની મહત્તમ મર્યાદા ૩૫૦૦ રૃપિયાની રહેશે. એડહોક બોનસનો લાભ ફક્ત વર્ગ -૪ ના કર્મચારીઓને મળવાપાત્ર થશે. તા . ૩૧ માર્ચ ૨૦૨૧ના રોજ નોકરીમાં ચાલુ હોય અને ૨૦૨૦-૨૧ના વર્ષ દરમિયાન જેમણે ઓછામાં ઓછી ૬ મહિના સળંગ નોકરી કરી હોય તે કર્મચારીઓ આ હુકમ અન્વયે કરેલ નોકરીના પ્રમાણમાં ચુકવણીને પાત્ર બનશે. પાત્રતાનો ગાળો નોકરીમાં મહિનાને સંખ્યાના આધારે ગણવામાં આવશે.