Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

નીતિનભાઈ પટેલ પર ચપ્પલ ફેંકનાર આરોપીની 28 ગામોમાં શોધખોળ શરુ

ગુજરાતની જનતા આવા છમકલા કે, કાંકળીચારાને ચલાવી લેશે નહીં

અમદાવાદ : તાજેતરમાં જ પ્રત્રકારો સાથે વાતચીત કરી રહેલા નાયાબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પર ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. જો કે, તેમના પર ચપ્પલ ફેંકવા છતા તેઓએ નિવેદન આપવાનું ચાલુ જ રાખ્યું હતું. નાયાબ મુખ્યમંત્રીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, સભામાં વિશાળ લોકો હતા અને ચૂંટણી હારી જવાના ડરથી વિરોધીઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વડોદરાના એસપી અને રેન્જ આઈજીને આ ઘટનાને લઈ તપાસ કરવા માટેની સૂચના પણ આપી દીધી છે. ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલ પર ચપ્પલ ફે્ંકનાર આરોપીની પોલીસે 28 ગામોમાં શોધખોળ હાથ ધરી હતી. જોકે, હજી સુધી આરોપી મળ્યો નથી. Nitin Patel

નીતિનભાઈ  પટેલે જણાવ્યું હતું કે, કરજણ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અર્થે મારી જાહેરસભામાં હજારોની લોકોની મેદની ઉમટી પડી હતી. જે જોઇને કોઇ વિરોધીઓને એ બાબત ગમી નહીં હોય અને તેણે આ કૃત્ય કર્યું હોય શકે છે. પ્રવચન તેમજ આભાર વિધિ પછી હું મંચ પરથી નીચે ઉતર્યો ત્યારે આ ઘટના બની હતી. શરૂઆતમાં મને એવું લાગ્યું કે કોઈ કે, કશું નાખ્યું છે, પરંતુ, પાછળથી ખબર પડી છે, ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. આ બતાવે છે કે, મારા વિરોધીઓ ચૂંટણી હારી જવાના બીકે તથા સભામાં વિશાળ જનમેદની જોઇને વિચલિત થયેલા લોકોએ આ કૃત્ય કર્યું હતું.Nitin Patel

નાયાબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા આવા છમકલા કે, કાંકળીચારાને ચલાવી લેશે નહીં. હાલ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે રીતે વિકાસ કરી રહી છે, તેમજ પક્ષના કાર્યકર્તાઓ જે કામ કરી રહ્યા છે, એનાથી વિરોધપક્ષો બેબાકળા બન્યા છે.

કોરોનાની મહામારીમાં પણ પક્ષના કાર્યકર્તાઓ અને પ્રતિનિધિઓએ લોકોની વચ્ચે જઈને તેમની સેવા કરી હતી. પ્રજા આ વસ્તુ બધુ બરાબર રીતે સમજે છે. જેથી તમામ 8 વિધાનસભા બેઠક પર અમારો વિજય થશે. પ્રશ્નના જવાબમાં આ કૃત્ય કોણે કર્યું છે, તેનો સીધો જવાબ આપવાના બદલે નીતિન પટેલે જણાવ્યું કે, કોણે કરાવ્યું તેનું અનુમાન હું ન લગાવી શકું, પરંતુ, વિરોધી હોય તે જ આવું કૃત્ય કરી શકે છે. આ રાજકીય વ્યક્તિએ કર્યું અથવા કરાવ્યું હોઈ શકે છે.  Nitin Patel

કરજણના કુરાલી ગામમાં નીતિનભાઈ  પટેલ કરજણમાં ચૂંટણી સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાત કરતા હતા તે દરમિયાન ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. ચપ્પલ ફેંકનારા વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ નથી. આ ઘટના બાદ ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ પોલીસની હાજરીમાં બન્યો હતો તેમ છતાં ચપ્પલ ફેકનાર યુવક ફરાર થઈ ગયો હતો આ ફરાર થયેલા યુવકની હવે પોલીસ શોધખોળ કરી રહી છે. ચપ્પલ ફેંકાયા બાદ નાયબ મુખ્યમંત્રીની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો હતો.

(8:27 pm IST)
  • પોતાના પુત્રને બદલે મોદીજી વડાપ્રધાન થઇ જતા સોનિયાજી દુઃખી દુઃખી : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઉપર લોકતંત્ર ખોખલું કરી નાખવાના કરેલા આક્ષેપો સામે ભાજપનો વળતો પ્રહાર : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે સોનિયા ગાંધીના આક્ષેપોને બેબુનિયાદ ગણાવ્યા access_time 7:51 pm IST

  • કેરળ સરકારે ૧૬ જેટલા શાકભાજીના ભાવો નક્કી કર્યા : ૧લી નવેમ્બરથી અમલમાં આવશે access_time 6:16 pm IST

  • દેશમાં કોરોના ધીમો પડ્યો : નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 35,932 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 79,45,777 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,26,220 થયા:વધુ 63,572 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 71,98,660 રિકવર થયા :વધુ 482 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,19,534 થયો access_time 12:50 am IST