Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

કોંગ્રેસમાં આંતરિક જૂથબંધીથી કંટાળીને આઠ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પ્રહાર

કોંગ્રેસે સરકાર પર આરોપ મૂકવાના બદલે કંઇક નક્કર કરી બતાવવુ જોઈએ

  કરજણ : મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણીએ કરજણની બેઠક પર ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી ચરમસીમાએ પહોંચી છે. આ આંતરિક જૂથબંધીથી કંટાળીને કોંગ્રેસના આઠ વિધાનસભ્યોએ પક્ષમાં રાજીનામા આપ્યા છે. આજે કોંગ્રેસ પોતે જ પોતાનું નુકસાન કરી રહી છે, કોંગ્રેસ પ્રજાના પશ્નો રજૂ કરવાના બદલે આક્ષેપ કરવામાં ખોટો સમય વ્યતીત કરે છે. તેના આક્ષેપો પણ પાયાવિહોણા હોય છે. હવે પોતાના જ વિધાનસભ્યોને સાચવી ન શકતી કોંગ્રેસ પછી ભાજપ પર કારણ વગરના આરોપો મૂકે છે, વળી પાછા આ આરોપો ચૂંટણી વખતે જ મૂકવામાં આવે છે. પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની હોય ત્યારે કોંગ્રેસ દેખાતી પણ નથી. તેથી કોંગ્રેસે સરકાર પર આરોપ મૂકવાના બદલે કંઇક નક્કર કરી બતાવવુ જોઈએ .

(8:15 pm IST)
  • કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા ૧૯ ધારાસભ્યો પાસેથી ચૂંટણી ખર્ચ વસુલો : રીટ પિટિશન : જાણીતા એકિટવિસ્ટ અને એડવોકેટ શ્રી ખેમરાજ કોષ્ટીએ હાઈકોર્ટમાં રીટ પીટીશન ફાઈલ કરી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા ૧૯ સભ્યો પાસેથી ચૂંટણી ખર્ચ વસુલવા માગણી કરી છે. આ ધારાસભ્યોના રાજીનામા પછી પેટાચૂંટણીઓ યોજવી પડી હતી. access_time 3:26 pm IST

  • ' પરિવાર સાથે પાકિસ્તાન રહેવા ચાલ્યા જાય મહેબુબા મુફ્તી ' : ટિકિટ ભાડું અમે આપશું : 370 મી કલમ સામે જેઓને વાંધો હોય તેઓ કરાચી જઇ શકે છે : કરજણ મુકામે ચૂંટણી સભામાં ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલનો પ્રહાર access_time 12:35 pm IST

  • ટાટા મોટર્સે બીજા કવાર્ટરમાં ૧૨૧૨ કરોડ રૃપિયાની જંગી ખોટ કરી છે access_time 6:16 pm IST