Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

સી-પ્લેનનો અમદાવાદથી કેવડિયા સુધીની બીજો ટ્રાયલ રન યોજાયો:SPGએ સુરક્ષાની સમીક્ષા કરી

SPGએ વોટર એરોડ્રોમ અને જેટીની સુરક્ષાની સમીક્ષા કરી: ડોગ સ્ક્વોડ સાથે સમગ્ર વિસ્તારની તપાસ

અમદાવાદઃ આજે સવારે ડોગ સ્ક્વોડ સાથે SPGના જવાનો દ્વારા સમગ્ર વિસ્તારનું ચેકિંગ હાથ ધરાયું હતું. SPGના જવાનો દ્વારા રિવરફ્રન્ટ ખાતે તૈયાર કરવામાં આવેલા વોટર એરોડ્રોમ અને જેટીની ડોગસ્ક્વોડને સાથે રાખીને તપાસ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્થાનિક પોલીસ અને SRPના જવાનો પણ તહેનાત કરવામાં આવ્યાં છે.

વડાપ્રધાનના આગમન પહેલાં હાલ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગઈકાલે સોમવારે જ સી-પ્લેન અમદાવાદ ખાતે પહોંચી ગયું હતું. તે સમયે એરપોર્ટ એથોરીટીના અધિકારીઓ અને ગાંધીનગરથી આવેલા અધિકારીઓ દ્વારા પણ સી પ્લેનની મુલાકાત લેવામાં આવી આવી હતી. આ ઉપરાંત ફાયર વિભાગના જવાનો દ્વારા પણ સુરક્ષાની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

(7:14 pm IST)