Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

વડોદરા: બેન બનેવી વચ્ચે થયેલ ઝઘડામાં સમજાવવા ગયેલ યુવક પર ત્રણ આરોપીઓનો હુમલો

વડોદરા: દંતેશ્વર વુડાના મકાનમાં રહેતો મનિષ મનુભાઇ નાયક મજુરી કામ કરે છે. ગઇકાલે મનિષ ઘરે હતો, તે સમયે તેની બહેન  નીતુબેન  તથા બનેવી સંજયભાઇ ઘરની નીચે  ઉભા રહીને ઝઘડો  કરતા હતા. ઝઘડાનો અવાજ સાંભળીને મનિષ  નાયક  નીચે ગયો હતો અને ઝઘડો કરતા બહેન બનેવીને સમજાવતો હતો

તે સમયે વુડાના મકાનમાં રહેતા ભીમાભાઇ સોની, પદમભાઇ સોની અને રોહનભાઇએ મનિષને એવું કહ્યું કે તું શા માટે લોકોના ઝઘડામાં વચ્ચે પડે છે ? મારા બહેન બનેવી છે એવું મનિષે કહેતા ત્રણેયે ઉશ્કેરાઇને મનિષને માર મારવાનું શરૃ કર્યુ હતુ. મનિષે  બૂમાબૂમ કરતા બ્લોકમાં રહેતા અન્ય રહીશો દોડી આવ્યા હતા અને મનિષને વધુ માર ખાવાથી બચાવ્યો હતો. જતા જતા ત્રણેય આરોપીઓએ મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

(6:08 pm IST)