Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

નર્સને સર્જન સાથે ફિઝિકલ રિલેશન માટે મેટ્રન મજબૂર કરતા'તા!

અંતે, હું એકલી પડી ગઈ. આજે મારે આ નિર્ણય લેવો પડ્યો, કારણ કે હું મારી ઈજ્જત જવા દેવા કરતાં સન્માનપૂર્વક આત્મહત્યા કરવાનું પસંદ કરીશઃ ૬ પાનાની સ્યુસાઇડ નોટમાં ધડાકોઃ નવસારી પોલીસે સિવિલ સર્જન અને બે મહિલા મેટ્રન તેમજ મૃતક નર્સના પતિ અને સાસુ મળી પાંચ સામે જાતીય સતામણીનો અને શારીરિક-માનસિક ત્રાસ આપ્યાનો ગુનો દાખલ કરી ધરપકડનો દોર શરૂ કરતાં ખળભળાટ

નવસારી તા. ૨૭: અહિની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સે થોડા દિવસો પહેલા આપઘાત કરી લીધો હતો. આ કેસમાં પોલીસે દુષ્પ્રેરણા આપનાર સિવિલ સર્જન અને બે નર્સ તેમજ નર્સના પતિ અને સાસુ મળી પાંચ જણા સામે જાતીય સતામણીનો અને શારીરિક-માનસિક ત્રાસ આપ્યાનો પણ દાખલ કર્યો છે. નર્સેએ લખેલી ૬ પાનાની સ્યુસાઇડ નોટમાં ઘણા અંશો પણ સામે આવી રહ્યા છે. જેમાં ઉંમરવાળા સર્જન ડો. અવિનાશ દુબે સાથે મેટ્રન દ્વારા ફિઝિકલ રિલેશન માટે મજબૂર કરવામાં આવતી હોવાનો ચોંકાવનારો આક્ષેપ છે.

મેઘાએ સુસાઈડ નોટમાં પ્રથમ તેના કુટુંબ માટે લખ્યું હતું કે,'મમ્મી ભલે આપણે લડતાં હોઈએ, પણ પાછા 'દો..'થઈ જતા. હિંમત રાખજો, તમારી દીકરીનો જીવ લેનારાને ઈશ્વર સજા આપશે. દીદી, જીજાજી, મમ્મીને સંભાળજો, મેં કાયરતાનું કામ નથી કર્યું, પરંતુ ઈજ્જત બચાવવા રોજેરોજના ટોર્ચરિંગથી કંટાળીને આ પગલું ભર્યું છે. મારા અગ્નિદાહ મારા લાડકા અક્ષુ પાસે કરાવજો. જો એ તૈયાર ન હોય તો મારા જીજા પર અંતિમક્રિયા કરવાનું છોડું છું. જય સ્વામિનારાયણ.'

ત્યાર બાદ તેણીએ સિવિલમાં શું ચાલે છે તે બધુ હું જાણુ છું તેમ કહી તેણીએ પોતાના સ્ટાફ વિશે લખ્યું છે જેમાં તેણીએ સુસાઈડ નોટમાં લખયું હતુ કે,'૨૧મી ઓકટોબરના રોજ એક દિવસની રજા માગવા ગઈ હતી, કારણ કે મારી થાઈરોઈડની દવા ચાલે છે, તે ડોકટર માત્ર શુક્રવારે જ આવે છે. સ્ટાફ હતો છતાં પણ મેટ્રને કહ્યું, ચાલ નીકળ, રજા નહીં મળે. કોરોના વખતે ડ્યૂટી ૧૨-૧૨ કલાક કરતી હતી, પણ છેલ્લા ૬ માસથી વનિતા પટેલે એટલી ટોર્ચર કરી અને ધમકી પણ આપી કે હું જે કહું એ જ તારે કરવાનું હોય. આટલાથી હું થાકી ન હતી, પરંતુ સિવિલમાં કૌભાંડ ચાલે છે એ હું જાણું છું.'

તારા ગામીત મેટ્રન દ્વારા મને ઉંમરવાળા સર્જન ડો. અવિનાશ દુબે સાથે ફિઝિકલ રિલેશન માટે મજબૂર કરતાં હતાં. જયારે મેં મોઢા પર ના પાડી ત્યારે મને કહ્યું, હવે અમે તારા ગામીત અને વનિતા પટેલ જો.. તને કેવી રીતે હેરાન કરીએ છીએ. બંને મેટ્રન મહિલા હોવા છતાં એક છોકરીની ઈજ્જત વેચવા જરા પણ ખચકાતી નથી. આજે મેઘા..તો કાલે બીજી કોઈ છોકરી. નર્સિંગ પ્રોફેશન તો જીવ બચાવવા માટે છે, આજે કોઈનો જીવ જાણીજોઈને લેવાઈ ચૂકયો છે. બંનેને વંચાવજો, જેથી જેમના હૃદય નથી તેમનામાં કદાચ કંઈ ફેર પડે.

રિસ્પેકટેડ મેટ્રન તારા ગામીત અને વનિતા પટેલ. કર્મ કોઈને નથી છોડતું. એ હવે ધ્યાનમાં રાખીને ચાલજો. તેમ છતાં મેં હિંમત રાખી ડ્યૂટી કરતી રહી અને અમુક લોકોનો સાથ લેવાની પણ ટ્રાય કરી, પરંતુ જેમણે મારો સાથ આપવાનો પ્રયત્ન કર્યો તેમને પણ આ લોકોએ હેરાન કર્યા. અંતે, હું એકલી પડી ગઈ. આજે મારે આ નિર્ણય લેવો પડ્યો, કારણ કે હું મારી ઈજ્જત જવા દેવા કરતાં સન્માનપૂર્વક આત્મહત્યા કરવાનું પસંદ કરીશ. મારી અંતિમક્રિયામાં (પતિ) અંકિત કે એના પરિવારના કોઈપણ સદસ્યને આવવા ન દેતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ નવસારી સોલા સિવિલમાં ફરજ બજાવતી કોરોના વારિયર્સ નર્સ મેઘા આચાર્યએ આપઘાત કરી લીધો હતો. તેના આપઘાતને લઈ ઘણા એવા તર્કવિતર્કો પણ જોવા મળી રહ્યા છે. આ બનાવને લઈ પોલીસે સુસાઈડ નોટના આધારે તેણીના પતિ, સાસુ, નવસારી સિવિલના સર્જન ડો. દુબે તેમજ બે મહિલા મેટ્રન સામે ગુનો નોંધી ડોકટરોની પણ ધરપકડ કરી છે. સીપીઆઇ પી. જી. ચોૈધરી અને ટીમ વધુ તપાસ કરે છે.

(11:19 am IST)
  • દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 42,714 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 79,88,783 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,10,345 થયા:વધુ 58,006 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 72,57,022 રિકવર થયા :વધુ 509 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,20,053 થયો access_time 1:08 am IST

  • બિહાર ચૂંટણી પ્રચાર : નેતાઓ ભાન ભૂલ્યા : અંગત કૌટુંબિક બાબતો ઉપર ટીકા ટિપ્પણી શરૂ કરી દીધી : ' લાલુના 9 સંતાન ' : નીતીશકુમાર : નરેન્દ્ર મોદી અને 6 ભાઈ બહેનો : તેજસ્વી યાદવ access_time 12:19 pm IST

  • ભારતના રાષ્ટ્ર ધ્વજ ત્રિરંગાની અવગણના કરનાર મહેબુબા મુફ્તીની પીડીપી પાર્ટીમાં તિરાડ : પાર્ટી અધ્યક્ષ મહેબુબાના નિવેદનથી નારાજ થયેલા 3 આગેવાનોએ રાજીનામાં આપી દીધા : ટી.એસ.બાજવા ,વેદ મહાજન ,તથા હુસેન એ.વફાએ મહેબૂબાને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી રાજીનામાં આપી દીધા : મહેબૂબાએ કાશ્મીરમાં 370 મી કલમ ફરીથી લાગુ ન થાય ત્યાં સુધી ત્રિરંગાને હાથ અડાડવાનો ઇન્કાર કરી દીધો હતો access_time 8:11 pm IST