Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

બનાસ ડેરીની અનોખી પહેલ :હવે વરાળમાંથી ઉત્પન્ન કરશે દિવસનું 120 લીટર પીવાનું પાણી

બનાસ ડેરીએ સોલાર પ્લેટના ઉપયોગથી એક નવી પદ્ધતિ વિકસાવી

બનાસ ડેરી દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેથી હવે રણ વિસ્તારમાં પણ લોકોને પાણી મળી રહેશે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ રણ વિસ્તારમાં સોલાર પ્લેટના ઉપયોગથી એક પદ્ધતિ વિકસાવી છે. આ પદ્ધતિથી વરાળ દ્વારા હવે દિવસનું 120 લીટર પીવાનું શુદ્ધ પાણી બનશે. જે રણ વિસ્તારમાં વસતા લોકો અને જવાનો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. જો આ પ્રયોગ સફળ રહેશે તો આવનારા સમયમાં પાણીની સમસ્યામાંથી છૂટકારો મળી શકશે.

   એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા વરાળમાંથી પાણી બનાવવાની પદ્ધતિ પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે અને આમાં કેટલાક અંશે સફળતા પણ મળી છે. આ અંગે બનાસડેરી દ્વારા એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. હવે રણ વિસ્તારમાં પણ લોકોને સહેલાઈથી પાણી મળી રહેશે. બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ રણ વિસ્તારમાં સોલાર પ્લેટના ઉપયોગથી એક પદ્ધતિ વિકસાવી જેના દ્વારા વરાળમાંથી ટેક્નોલૉજીની મદદથી દિવસનું 120 લીટર પીવાનું શુદ્ધ પાણી બનવવામાં આવી રહ્યું છે. જે રણ વિસ્તારમાં વસતા લોકો અને જવાનો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. જો આ પ્રયોગ સફળ રહેશે તો આવનાર સમયમાં પાણીની સમસ્યામાંથી છૂટકારો મળી શકશે.

(8:30 am IST)