Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

સુરતમાં રૂપિયા 2000 ની 127 જાલી નોટ વટાવવા જતા ભાવનગરના 2 પકડાયા- પૈસાની જરૂર હોવાથી ઘોઘાના બંને યુવાન ભાવનગરના વિપુલ પરમાર પાસેથી બોગસ લઈ સુરત આવ્યા હતા

ભાવનગર :: રૂપિયાની  જરૂરિયાત  હોવાથી ભાવનગરના યુવાન પાસેથી રૂ. ૨૦૦૦ ની ડુપ્લીકેટ નોટો લઈ સુરતમાં વટાવવા આવેલા ભાવનગરના ઘોઘાના બે યુવાનને ઉધના પોલીસે ભાઠેના વિસ્તારમાંથી ઝડપી પાડી રૂ. ૨૦૦૦ ના દરની ૧૨૭ બોગસ ચલણી નોટ કબજે કરી હતી પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉધના પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના હે.કો.જનાર્દનભાઈ અને પ્રદિપભાઈને મળેલી બાતમીના આધારે પી.આઈ. એ.પી.પરમાર અને ટીમે ભાઠેના વિસ્તારમાંથી બિપીન પાગાભાઈ પરમાર(ઉ.વ.૨૨) અને કિશન ભીખાભાઈ સોલંકી (ઉ.વ.૨૦)(બંને રહે, ગુંદી કોળી યાક, તા.ઘોઘા, જી.ભાવનગર) ને રૂ. ૨૦૦૦ ના દરની ૧૨૭ બોગસ ચલણી નોટ સાથે ઝડપી લીધા હતા. પોલીસે બિપીન અને કિશનની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે બંનેને પૈસાની જરૂરિયાત હોઈ ભાવનગરના વિપુલ પરમાર પાસેથી બોગસ ચલણી નોટ લીધી હતી.સુરતના વરાછાની શક્તિવિજય સોસાયટીમાં સાસરૂ ધરાવતો બિપીન અને તેનો ડ્રાઈવર મિત્ર કિશન ઉધના વિસ્તારમાં પહેલી નજરમાં સરળતાથી કોઈ ઓળખી ન શકે તેવી ડુપ્લીકેટ નોટ વટાવી રોકડી કરવા માંગતા હતા. ઉધના પોલીસે વિપુલ પરમારને વોન્ટેડ જાહેર કરી બંને વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આગળની તપાસ હવે ક્રાઈમ બ્રાંચ કરશે.

(1:34 pm IST)