Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

સુરતના ઉધનામાં અઢી લાખની નકલી નોટ સાથે ભાવનગરથી આવેલા બે શખ્શો ઝડપાયા

ભાવનગરના ગુંડી કોડિયાં ગામના શખ્શો નકલી નોટ બદલવાની ફિરાકમાં સુરત પહોંચ્યા

સુરતના ઉધના વિસ્તારમાં બીપીન પરમાર અને કિશન સોલંકી નામના બે શખ્સોને રૂપિયા અઢી લાખની નકલી ચલણી નોટો સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

  આ બંને શખ્સો પાસેથી રૂપિયા 2 હજારના દરની કુલ 127 નકલી નોટ ઝડપી પાડવામાં આવી છે. આ બંને શખ્સો ભાવનગરથી સુરત ખાતે આવ્યા હતા. જ્યાં તેઓ આ નકલી નોટોને બદલવાની ફિરાકમાં હતા. આ બંને શખ્સો ભાવનગરના ગુંડી કોડીયા ગામના વતની છે

(9:12 am IST)