Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

તિલકવાડામાં ધોધમાર વરસાદ બાદ ધરતીપુત્રોની કહી ખુશી કહી ગમ જેવી હાલત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ઉકળાટ ભર્યા માહોલમાં અચાનક તિલકવાડા વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી દોઢ થી બે ઇંચ વરસાદ ને  કારણે ચારે બાજુ પાણી જ પાણી થઇ ગયું હતું. જોકે દિવસ ભરના ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા ચારે કોર ઠંડક પ્રસરી હતી. જેમાં કેટલાક પાક ને ફાયદો થયો છે તો કેટલાક પાકને નુકશાનની સંભાવનાનાં કારણે ધરતીપુત્રોમાં કહી ખુશી કહી ગમ જોવા મળ્યો છે

હવામાન વિભાગની આગાહી મુજબ નર્મદા જિલ્લાના તિલકવાડામાં મુશળધાર વરસાદ પડ્યો હતો.જયારે અન્ય તાલુકા કોરા રહ્યા હતા,ઘણા સમયના વિરામ બાદ વરસાદ પડતાં વાતાવરણ ઉકળાટ બાદ ઠંડક પ્રસરી ગઈ હતી ત્યારે ખેડૂતોનાં પાકને પણ જીવનદાન મળ્યું છે. પરંતુ આ વરસાદમાં કપાસના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે સાથે સાથે ગરબા આયોજકો અને ખેલૈયાઓ માં પણ ચિંતાનું મોજું ફળી વળ્યું છે. જોકે આગામી નવરાત્રી દરમયાન રાજપીપલા નાંદોદ અને ડેડીયાપાડા સાગબારા વિસ્તારમાં પણ વરસસાદ પડવાની આગાહીને પગલે ખેલૈયાઓમાં ચિંતા જોવા મળી રહી છે.

 

(10:51 pm IST)