Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

દેડીયાપાડા પોલીસે દેડીયાપાડા અને બાબદા ગામે જમીન પચાવી પાડવા બદલ બે સામે લેન્ડ ગ્રેબિંગનાં ગુના દાખલ કર્યા

  ફોટો dediya

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડા પોલીસ મથકે દેડીયાપાડા પારસી ટેકરી અને બાબદા ગામે જમીન મામલે બે લેન્ડ ગ્રેબિંગનાં ગુના દાખલ થતા પોલીસે કાર્યવાહી કરી છે
પ્રાપ્ત માહિતી અનુસાર દેડીયાપાડા પોલીસ મથકે હરનિશ મગનભાઈ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ રાજુભાઇ મોદીરામભાઇ ખીચી (રહે,પારસી ટેકરા, દેડીયાપાડા )નાઓને દેડીયાપાડા પારસી ટેકરા ખાતે આવેલ તેમની સંયુક્ત માલીકીનો વાડો ૨૦૧૪-૧૫ માં ઉપયોગ કરવા માટે આપેલ અને તે પછી આજદિન સુધી આ વાડાની માંગણી કરતા પરત નહીં આપી આ વાડા વાળી જમીન ગેરકાયદેસર પચાવી પાડી હતી.
જ્યારે બીજી ફરિયાદ બાબદા ગામના વિધવા નાથલીબેન વાળગીયાભાઈ વસાવા નોએ તેમની ફરિયાદમાં જણાવ્યા મુજબ ગોવિંદભાઇ રામસીંગભાઇ વસાવા (રહે - બાબદા તા.દેડીયાપાડા )નાઓ એ બાબદા ગામની સીમમાં આવેલ તેમની સંયુક્ત માલીકીવાળી જમીન સને ૨૦૧૯માં ભાગમાં ખેડવા માટે આપી હતી ત્યારબાદ આ જમીનની માંગણી કરતા તેમણે જમીન પરત નહીં આપી જમીન ગેરકાયદેસર પચાવી પાડી કબ્જો જમાવતા દેડીયાપાડા પોલીસે ઉપરોક્ત બંને ફરિયાદમાં બંને શખ્સો સામે લેન્ડ ગ્રેબીંગ નાં ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

(10:47 pm IST)