Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારની પસંદગી માટે રાજકીય પક્ષોએ યોગ્ય કારણ આપવા પડશે, ત્રણ વખત મીડિયામાં જાહેરાત કરવી પડશે: મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની જાહેરાત

ગુજરાતની ૧૮૨ બેઠકો માટે ૪.૮૩ કરોડ મતદારો મત આપશે: ૫૧,૭૮૨ મતદાન મથકો ઉભા કરશે: ૮૦ વર્ષથી વધુ વયના મતદારો પોતાના ઘરેથી મતદાન કરી શકશે

અમદાવાદ :રાજકીય પક્ષો જો ગુનાહિત પૂર્વ ઇતિહાસ ધરાવતા ઉમેદવારને પસંદ કરે તો તેમને તે માટે યોગ્ય કારણો  આપવા પડશે.  આવા ઉમેદવારોએ તેમના ગુનાહિત રેકોર્ડ વિશે ત્રણ વખત જાહેરાત કરવી પડશે. જેથી સામાન્ય  નાગરિકો આ બાબતોથી માહિતગાર બની,  નિર્ણયો લઈ શકે તેમ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી રાજીવ કુમારે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વિશે વિગતો આપતા પત્રકારોને ઉપર મુજબ જણાવ્યું હતું.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડેએ ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પ્રલોભનમુક્ત અને સુચારુ રીતે યોજવા માટે ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરવા માટે અમલીકરણ કરનાર એજન્સીઓ સાથે બેઠક યોજી હતી
ગુજરાતમાં અત્યાર સુધીમાં ૪.૮૩ કરોડ મતદારો નોંધાયા હોવાનુધી આજે ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સીઈસી રાજીવ કુમારે કહ્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ૧૮૨ વિધાનસભા મતવિસ્તારોમાં ૫૧,૭૮૨ મતદાન મથકો સ્થાપિત કરવામાં આવશે.
ચીફ ઇલેક્શન કમિશનર શ્રી રાજીવ કુમારે કહ્યું હતું કે ગુજરાતની ચૂંટણીમાં ૮૦ વર્ષથી વધુ વયના મતદારો પોતાના ઘરેથી મતદાન કરી શકશે.
સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ આવતીકાલે રૂ. 500 અને રૂ. 1000ની ચલણી નોટોને બંધ કરવાના કેન્દ્રના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે. જસ્ટિસ અબ્દુલ નઝીરની આગેવાની હેઠળની પાંચ જજની બેંચ આવતીકાલે આ મામલે સુનાવણી કરશે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ગુજરાતમાં ચૂંટણી સંબંધિત તૈયારીઓની બે દિવસીય સમીક્ષા પછી મીડિયાને સંબોધતા આજે જણાવ્યું હતું કે મતદાર યાદીની અંતિમ પ્રસિદ્ધિ ૧૦ ઓક્ટોબરે કરવામાં આવશે, ત્યારબાદ મતદારોની અંતિમ સંખ્યા જાણી શકાશે. તેમણે ઉમેર્યું હતું કે તે પછી પણ જ્યારે પણ ચૂંટણીની જાહેરાત થશે ત્યારે ફોર્મ નંબર છ ભરીને નોમિનેશનની તારીખ સુધી નવા નામ ઉમેરી શકાશે.
રાજીવ કુમારે કહ્યું કે કુલ ૫૧૭૮૨ મતદાન મથકો છે.  જ્યારે કેટલાક મતદાન મથકો ૧૫૦૦ જેટલા મતદારોને સમાવી શકશે, જ્યારે મતદાન મથક દીઠ મતદારોની સરેરાશ સંખ્યા ૯૩૪ છે.
 તેમણે કહ્યું કે દરેક મતવિસ્તારમાં એક મોડેલ મતદાન મથક હશે.  તેમણે કહ્યું કે દરેક મતવિસ્તારમાં ઓછામાં ઓછું એક મતદાન મથક દિવ્યાંગજન દ્વારા ચલાવવામાં આવશે.
 દરેક મતદાન મથક ગ્રાઉન્ડ ફ્લોર પર હશે અને તેમાં લાઈટ, પીવાનું પાણી, રેમ્પ વગેરે સુવિધાઓ હશે.  દરેક વિધાનસભા બેઠકના સાત બૂથ માત્ર મહિલાઓ દ્વારા ચલાવવામાં આવશે જેમાં તમામ મહિલા પોલીસ સ્ટાફનો સમાવેશ થાય છે.  પચાસ ટકા બૂથમાં લાઇવ વેબકાસ્ટ ફીડ હશે.

 

(7:45 pm IST)