Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

વડોદરાના નવાપુરા વિસ્તારમાં વીજલાઇન પર લંગર નાખી વીજ ચોરી કરનારની ધરપકડ

વડોદરા: શહેરના નવાપુરા, પાણીગેટ તેમજ શહેર નજીક સમીયાલા ગામે વીજલાઇન પર લંગર નાંખી વીજચોરી કરતા ઝડપાયેલા શક્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નવાપુરા વિસ્તારમાં ૫૬ ક્વાટર્સમાં રહેતી હંસા રાજેશ સોલંકી વીજગ્રાહક નથી અને તે ઘરમાં વીજ વપરાશ કરતી હોવાનું ધ્યાનમાં આવતા બરાનપુરા ડીવીઝન દ્વારા તપાસ હાથ ધરાતા હંસા સોલંકીએ રૃા.૧.૫૮ લાખની વીજચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. પાણીગેટ વિસ્તારમાં રાજપરાનીપોળમાં રહેતા ઐયુબ ગુલામહુસેન મેમણ પણ વીજલાઇન પર ખાનગી વાયર નાંખી વીજચોરી કરતા તપાસ દરમિયાન રૃા.૧.૦૨ લાખની વીજચોરી ઝડપાઇ હતી. આ ઉપરાંત મોગલવાડામાં અબરેઝ કુબેર ખાતે રઝીયાબાનું મહંમદમુનાફ મન્સુરી વીજલાઇન પર લંગર નાંખી રૃા.૧૬૯૦૦ અને મદાર માર્કેટ પાછળ મહંમદહનીફ એહમદહનીફ લંગર નાંખી રૃા.૧૬૬૯૨ની વીજચોરીમાં ઝડપાયા  હતાં. જ્યારે સમીયાલા ગામે એપેક્ષ ઇન્ડસ્ટ્રિઝ સામે રહેતા ઘનશ્યામભાઇ રાવજીભાઇ પટેલ ઘર પાસેથી પસાર થતી વીજલાઇન પર વાયર નાંખી રૃા.૬૯૫૦૦ની વીજચોરીમાં પકડાયા હતાં.

(6:36 pm IST)