Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

‘વિક્રમ વેધા'ના એકશન પેકડ થીમ સોન્‍ગ ‘બંદે' લોન્‍ચઃ ૩૦મીએ રિલીઝ

(કેતન ખત્રી), અમદાવાદઃ  ઋતિક રોશન અને સૈફ અલી ખાન સ્‍ટારર ‘વિક્રમ વેધા' ફિલ્‍મના  ‘બંદે' નામના થીમ સોન્‍ગને ઑનલાઈન લૉન્‍ચ કરવામાં આવ્‍યું.

આ સોન્‍ગમાં વિક્રમ (સૈફ અલી ખાન) અને વેધા (ઋતિક રોશન) એકશન મોડમાં છે. ‘બંદે'ગીતના શબ્‍દો વિક્રમ અને વેધાના પાત્રોના દ્વિભાજનના પ્રતિક છે.થીમ સોંગ ‘બંદે' એસએએમ સી એસ દ્વારા કંપોઝ, એરેન્‍જ અને પ્રોગ્રામ કરવામાં આવ્‍યું છે, કારણ કે ગાયક શિવમે મનોજ મુન્‍તાશીરના ગીતો માટે પોતાનો શક્‍તિશાળી કંઠ આપ્‍યો છે. ‘વિક્રમ વેધા' ૩૦મી સપ્‍ટેમ્‍બરના રોજ વૈશ્વિક સ્‍તરે મોટા પડદા પર આવશે.

(4:45 pm IST)