Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

કેન્‍દ્રીય ગૃહમંત્રી શાહ ઓચિંતા કમલમ્‌ પહોંચ્‍યાઃ પ્રદેશ પ્રમુખ પાટીલ સાથે બંધ બારણે બેઠક

અમદાવાદઃ કેન્‍દ્રીય ગૃહમંત્રી શાહ ગુજરાતની મુલાકાતે છે, આ દરમિયાન આજે બપોરે તેઓ ઓચિંતા ભાજપના હેડ કવાર્ટર કમલમ્‌ પહોંચ્‍યા હતા અને ત્‍યાં તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે બંધ બારણે લંબાણપૂર્વક બેઠક યોજી હોવાનું જાણવા મળે છેઃ ગુજરાતમાં આવી રહેલી ચૂંટણી માટે બંને નેતાઓએ રણનીતિ ઘડી હોવાનું જાણવા મળે છેઃ આ બેઠકને અત્‍યંત મહત્‍વની માનવામાં આવી રહી છેઃ ગૃહમંત્રીએ પાટીલ પાસેથી સમગ્ર ગુજરાતની સ્‍થિતિનો તાગ મેળવ્‍યો હોવાનું જાણવા મળે છેઃ આ લખાય છે ત્‍યારે પણ બેઠક ચાલુ હોવાનું જાણવા મળે છેઃ અત્રે એ નોંધનીય છે કે ગઇકાલે જ પાટીલે નવેમ્‍બરમાં જ ચૂંટણીના નિર્દેશો આપ્‍યા હતાઃ ભાજપ ૧૫૦થી વધુ બેઠકો મેળવવાનું લક્ષ્યાંક રાખીને પોતાની વ્‍યુહરચના ઘડી રહી છેઃ આ મુલાકાત બાદ એકાદ-બે દિવસમાં ગુજરાતના રાજકારણમાં મોટા ધડાકા-ભડાકા જોવા મળે તો નવાઇ નહીં

(4:07 pm IST)