Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

રસ્‍તાનું સતત ઇન્‍સ્‍પેકશન અને નિયમોનું પાલન થાય તો માનવ જીંદગી બચાવી શકાય

હાઇવેને ‘કિલર' બનતા રોકી શકાય : રોડ સેફટી અંગે આંતરરાષ્‍ટ્રીય રોડ ફેડરેશનનો રિપોર્ટ

અમદાવાદ, તા.૨૭: સપ્‍ટેમ્‍બરની શરૂઆતમાં સાયરસ મિસ્‍ત્રીનું એકસીડન્‍ટમાં મૃત્‍યુ થયા પછી પાછળ બેસેલા પેસેન્‍જરો માટે સીટબેલ્‍ટનો કાયદો બનાવાયો છે પણ તેનો અમલ ભાગ્‍યે જ થાય છે તેમ ઇન્‍ટરનેશનલ રોડ ફેડરેશનના ચેરમેન કે કે કપિલાએ કહ્યું છે.

આઇ આર એફ એ હાલમાં જ નેશનલ હાઇવે ઓથોરીટી અને રોડ પરિવહન અને નેશનલ હાઇવે મંત્રાલયને ગુજરાતના વાપી અને મહારાષ્‍ટ્રના પાલઘર વચ્‍ચેના ૭૦ કીલોમીટરના ટુકડા માટેનો ડીટેઇલ ઓડીટ રીપોર્ટ સોંપ્‍યો છે.

કપિલાએ કહ્યું કે આનો ઉદ્દેશ નેશનલ હાઇવેને કેવી રીતે સુધારી શકાય તે દર્શાવવાનો છે. હવામાન, વાહનની સ્‍થિતિ અને માનવ તો આ બાબતે મહત્‍વના છે જ પણ તે ઉપરાંત આમાં રોડ એન્‍જીનીયરીંગ પણ એટલુ જ મહત્‍વનું છે. અમારા ઓડીટમાં જણાયુ છે યોગ્‍ય રોડ સાઇન, રોડ ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર અને ચેતવણી સૂચક બોર્ડનો અભાવ છે. જે અન્‍ય રોડ પર ધ્‍યાનમાં લેવુ જોઇએ. નિયમો અને કાયદા બનાવીને રોડનું ટુકડાઓમાં ઈન્‍સ્‍પેકશન થવુ જોઇએ. નવા રોડ બનાવવાની વખતે કાયદાઓ ધ્‍યાનમાં લેવામાં આવે તો ઘણી જીંદગીઓ બચાવી શકાય.

તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે એકસીડન્‍ટનો ભોગ બનેલાને ત્‍યાંથી પસાર થતા અન્‍ય લોકો કોઇ પણ ભય વગર મદદ કરી શકે તેવા કાયદા હોવા જોઇએ. તેમણે કહ્યું, ‘આજે પણ બહુ ઓછા લોકો મદદ માટે આગળ આવે છે. રોડ સુરક્ષાના નિયમો, રોડ સાઇન વગેરેનું જ્ઞાન અકસ્‍માત  નિવારવા ભાગ ભજવી શકે છે.'

(1:41 pm IST)