Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

પાટણા ગામમાં BJP મેડિકલ સેલ દ્વારા નિઃશુલ્ક મેગા સુપર સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પાટણા ગામમાં આજરોજ ભારતીય જનતા પાર્ટીના મેડિકલ સેલ દ્વારા નિશુલ્ક કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો
પાટણા ગામમાં નિઃશુલ્ક મેગા સુપર સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પ પ્રવર્તમાન સંજોગોમાં મિશ્ર ઋતુઓમાં વાતાવરણની અસરને કારણે નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં સમસ્યાઓ આવતી હોય આ સમસ્યાઓમાં સમયસર નિદાન અને ત્વરિત સારવારના હેતુથી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શનથી ભારતીય જનતા પાર્ટી - ડૉક્ટર સેલ દ્વારા નિઃશુલ્ક મેગા સુપર સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ બીજેપી નર્મદા જીલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઇ પટેલ તથા મેડીકલ સેલ દ્વારા આયોજિત પ્રાથમિક શાળા પાટણા ખાતે યોજાયો જેમાં ડૉ .ગીરીશ આનંદ ડૉ.દર્શનાબેન દેશમુખ ડૉ.નૈસદ પરમાર ડૉ.ઉમાકાન્ત શેઠ ડૉ.દીપલ પટેલ ડૉ.હીતેન્દ્ર વસાવા ડૉ.અજયસિંહ ઠાકોર ડૉ.રમાકાંત પટેલ ડૉ.રવિ દેશમુખ ડૉ.યશ દેસાઈ સહિત કેટલાક નિષ્ણાત ડોકટરો એ સેવા આપી હતી..

(12:01 am IST)