Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

છેલ્લા બે વર્ષમાં 119 ફિલ્મોનું ગુજરાતમાં શૂટિંગ થયું : પ્રવાસન સ્થળોનો પ્રચાર પ્રસારનો સરકારએ કર્યો દાવો

ગુજરાતી અને તેલુગુ ફિલ્મના શૂટિંગ થયા આમ ગુજરાતના પ્રવાસન સ્થળોનો પ્રચાર પ્રસારનો દાવો રાજ્ય સરકારે ગૃહમાં કર્યો

ગાંધીનગર :  ગુજરાત વિધાનસભાનું બે દિવસીય ચોમાસા સત્ર શરુ થયું છે. ત્યારે વિધાનસભામાં પ્રશ્નોતરી કાળમાં કોંગ્રેસ અને અપક્ષના ધારાસભ્યોએ વિવિધ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જેમાં ધારાસભ્ય સુખરામ રાઠવાએ ગુજરાતના પ્રવાસન ને લઈને પ્રશ્ન ઉઠાવ્યો હતો.

જોગાનુજોગ 27 સપ્ટેમ્બરનો દિવસ વિશ્વ પ્રવાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ત્યારે સુખરામ રાઠવાના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં 119 ફિલ્મોનું ગુજરાતમાં શૂટિંગ થયું છે. વર્ષ 2019-20 માં 23 જ્યારે 2020-21 માં 96 ફિલ્મોનું શૂટિંગ થયું છે. હિન્દી, ગુજરાતી અને તેલુગુ ફિલ્મના શૂટિંગ થયા છે. આમ ગુજરાતના પ્રવાસન સ્થળોનો પ્રચાર પ્રસારનો દાવો રાજ્ય સરકારે ગૃહમાં કર્યો છે.

સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંગઠનની સ્થાપના આ દિવસે 1980 માં થઈ હતી. વિશ્વ પ્રવાસન દિવસની શરૂઆત વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્ષ 1970 માં કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર દ્વારા બીગ બી અમિતાભ બચ્ચનને પ્રવાસન વિભાગના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી પ્રચાર અને પ્રસાર કરી રહી છે.

(11:50 pm IST)