Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ચીખલીના સમરોલીમાં ગેરકાયદેસર બાંધકામ મામલે સરપંચ મંગુભાઇ તળાવીયાને હોદ્દા પરથી દૂર કરાયા

ટીડીઓના હુકમની અવગણના કરી શરતભંગ થતો હોવા છતાં મિલકતની આકરણી કરી સત્તાનો દુરુઉપયોગઅને ગેરકાયદેસર બાંધકામના કૃત્યને પ્રોત્સાહન આપવાનું કૃત્ય

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાનાં સમરોલીમાં બ્લોક નં:૧૦૬ પૈકી ૨૬ પૈકી ૨ વાળી બિનખેતીની જમીનમાં રિવાઇઝ પરવાનગી મેળવ્યા સિવાય પાંચ માળનું કોમર્શિયલ/રહેણાંક એપાર્ટમેન્ટનું બાંધકામ કરાતા શરતભંગ થતો હોવા છતાં સમરોલી ગ્રામ પંચાયતની ૧૦/૧૦/૨૦૧૮ ની સામાન્ય સભામાં ફ્લેટોની આકરણીના ઠરાવની બજવણી મોકૂફ રાખવા માટે આયોજન સહ ટીડીઓ દ્વારા હુકમ કરાયો હતો.તેમ છતાં ઉપલી પંચાયતના હુકમની ધરાર અવગણના કરીને આજ બ્લોકમાં બનાવવામાં આવેલ બીજા એપાર્ટમેન્ટની આકરણી પણ ઠરાવ નં:૧૦૯ તા.૨૫/૧૧/૨૦૧૯ થી કરી ઉક્ત પ્રતિષેધ કરેલ ઠરાવના અમલીકરણ પણ પંચાયત દ્વારા અટકાવેલ નથી.ટીડીઓના હુકમની અવગણના કરી શરતભંગ થતો હોવા છતાં મિલકતની આકરણી કરી સત્તાનો દુરુઉપયોગ કરેલ છે.અને ગેરકાયદેસર બાંધકામના કૃત્યને પ્રોત્સાહન આપવાનું કૃત્ય કરી પોતાની ફરજો બજાવવામાં દુવર્તન કરી સરપંચ તરીકેની ફરજ બજાવવામાં કસૂર હોવાનું ફલિત થતા જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર દ્વારા સરપંચ મંગુભાઇ તળાવીયાને ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની જોગવાઈ મુજબ સરપંચના હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

ડીડીઓના હુકમના તાત્કાલિક અમલ માટે પીઓકમ ટીડીઓ હિરેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ નાયબ ટીડીઓ બી.જી.સોલંકીએ ગ્રામ પંચાયત કચેરી સમરોલીએ પહોંચી ડેપ્યુટી સરપંચ અમિતભાઇ પટેલને સરપંચનો વિધિવત રીતે ચાર્જ સોંપવામાં આવટ્સ સરપંચ અમિત પટેલને ભાજપના ઉપપ્રમુખ દીપકભાઈ સહિતનાઓએ શુભેચ્છા પાઠવી હતી

(11:48 pm IST)