Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટના ઘરે ક્રાઈમ બ્રાન્ચના દરોડા :બે કાર સહીત અન્ય વસ્તુઓ કબજે

વડોદરા ક્રાઈમ બ્રાંચે ત્રણ કલાક સુધી રાજુ ભટ્ટના ઘરે સર્ચ કર્યું

વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસના બંને આરોપીઓ રાજુ ભટ્ટ અને અશોક જૈન ફરાર છે, જેને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાંચ આકાશ-પાતાળ એક કરી છે. બીજી બાજુ ક્રાઈમ બ્રાંચે ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટના ઘરે ફરી દરોડા પાડ્યા છે..વડોદરા ક્રાઈમ બ્રાંચે ત્રણ કલાક સુધી રાજુ ભટ્ટના ઘરે સર્ચ કર્યું હતું.કાર્યવાહીના અંતે વડોદરા ક્રાઈમ બ્રાંચે રાજુ ભટ્ટના ઘરેથી બે કાર કબજે કરી છે સાથે ઘરની અંદરથી ગુનાને લગતી કેટલી ચીજવસ્તુઓ કબજે કરવામાં આવી છે..તપાસ અધિકારી વી.આર.ખેર દ્વારા ત્રણ કલાક સુધી સર્ચ કરવામાં આવ્યું હતું. રાજુ ભટ્ટ પર ક્રાઈમ બ્રાંચનો સકંજો વધુ કસાઈ રહ્યો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે રાજુ ભટ્ટના નિવાસે પરમદિવસે 25 સપ્ટેમ્બરે રાત્રે ક્રાઈમ બ્રાંચની ટીમ પહોચી હતી, પરંતુ અંદર પ્રવેશવામાં સફળ થઇ ન હતી. ગઈકાલે 26 સપ્ટેમ્બરને રવિવારે ક્રાઈમ બ્રાંચની ટીમેં રાજુ ભટ્ટના ઘરમાંથી મહત્વના પુરાવાઓ એકત્ર કર્યા હતા.

વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં 72 કલાક બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દુર છે. આ કેસના આરોપી રાજુ ભટ્ટ અને અશોક જૈન પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. દુષ્કર્મના બંને આરોપીઓને શોધવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બંને આરોપીઓને ઝડપી પાડવા વડોદરા ક્રાઈમ બ્રાંચની 7 ટીમો કામે લાગી છે.

(9:57 pm IST)