Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

સુરત:કામેથી ઘરે પરત ફરી રહેલ યુવકની બાઈક સરથાણા રોડ નજીક સ્લીપ થઇ જતા કમકમાટીભર્યું મોત

સુરત: શહેરનાસરથાણામાં લસકાણા રવિવારે રાત્રી કામેટી ઘરે જઈ રહેલા યુવાનની બાઈક સ્લીપ થતા ગંભીર ઈજા થતા મોત નીપજ્યું હતું.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ઓડિસાના ગંજામનો વતની અને હાલમાં કાપોદ્રા ખાતે આવેલી દીનબંધુ સોસાયટીમાં રહેતો 24 વર્ષીય પૂર્ણચંદ્ર રોહિત ખટાઇ મોટાભાઈ કુણાલ અને પિતા સાથે સરથાણાના ડાયમંડનગરમાં ભોજનાલય ચલાવતો હતો. ગત 21 મીએ રાત્રે ભોજનાલય પરથી બાઇક પર ઘરે જવા નીકળ્યો હતો. તે સમયે સરથાણાના લસકાણા ખાતે ડાયમંડનગર નજીક પેટ્રોલ પંપ સામે તેણે અચાનક બ્રેક મારતા બાઇક સ્લીપ ખાય ગઈ હતી. જેને કારણે  રોડ ઉપર પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી. તેને  સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન ગઈ કાલે બપોરે તેનું મોત નીપજ્યું હતું. આ અંગે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

(6:58 pm IST)